________________
ના કારણે વસુરાજાની જેમ દુ:ખી થાય છે. બાલચંદ્રના વચનથી શ્રી રામચંદ્રને વિડંબના કરનારા અજયપાલાદિની જેમ, દેહના મોહથી માંસ મદિરાદિ ભક્ષણ કરવારૂપ પાપો અને તેનું ફલ પ્રસિધ્ધ જ છે. જ્ઞાતિના મોહથી તેનો પક્ષપાત વિ. થી યુધ્ધ કજીયો ક૨વો ધર્મમાં વિઘ્નાદિ કરનારા વર્તમાનકાળમાં ઘણા પ્રસિધ્ધ જ છે. .
ધાવત્તિ :- વર્ગ કહેવાથી (૧) ધન (૨) ધાન્ય (૩) ક્ષેત્ર (૪) વાસ્તુ (૫) રુપ્ત (૬) સુવર્ણ (૭) કુષ્ય (રાચરચીલું) (૮) દ્વિપદ (૯) ચતુષ્પદરૂપ નવપ્રકારનો પરિગ્રહ ગ્રહણ કરવો. દા.ત. સગરચક્રવર્તિ પુત્રોથી તૃપ્ત થયો નથી. કુચિકર્ણ ગાયરૂપ ધનથી સંતોષ પામ્યો નથી, તિલક શ્રેષ્ઠિ ધાન્ય વડે, કનકની ખાણથી નંદ સંતોષ પામ્યો નથી. ઈત્યાદિ દ્રષ્ટાંતો જાણવા. અથવા · ધનશબ્દથી પરિગ્રહ સમજવો, વર્ગશબ્દથી નટ, બહુ ગાયક, ચોર વિ. ની ટોળી એક બીજાના સંબંધો અને સમુદાય ગ્રહણ કરવા પોત પોતાના ટોળીના મોહ અને પક્ષપાતથી કરાતાં યુધ્ધ આદિ પાપો પ્રસિધ્ધજ છે. તેવીરીતે બ્રાહ્મણ, પાર્શ્વસ્થાદિ પોતપોતાના ગુરૂના પક્ષપાતથી સુવિહિત (સારા) ઉપર પ્રદ્વેષાદિના કારણે સમુદાયના ભેદથી પરસ્પર દ્વેષ વિ. પ્રસિધ્ધજ છે. તથા કુદેવના પક્ષપાતથી સુદેવના પ્રાસાદ પ્રતિમાનો ધ્વંસ વિ. પાહૂણાદિ (મુસલમાન વિ.) એ કરેલ પ્રસિધ્ધ જ છે. અને પોતપોતાના અધર્મના મોહથી અને તેના પક્ષપાતાદિના કારણે સધર્મને કરનારનેય મિથ્યાત્વીઓ વડે બાધા (અંતરાય) વિ. કરાય છે. એ પ્રમાણે ત્રણેય દ્રિષ્ટિરાગ ભયરૂપ છે.
એ પ્રમાણે મોહના બાર સ્થાનો અથવા ઉપલક્ષણથી પ્રતિભેદની ગણનાથી અસંખ્યાતા મોહના સ્થાનો છે. તે ભયનું કારણ બને છે. અથવા મોહનીય કર્મ તે દર્શનત્રિક (સમ્યક્, મિશ્ર, મિથ્યાત્વ) મોહનીય, સોળકષાય, નવનો કષાય રુપ મોહનીયના ૨૮ (અઠ્ઠાવીસ) પ્રકારો ભવનું કારણ હોવાથી ભય કહેવાય છે. તેમાં મિથ્યાત્વ અને મિશ્ર મોહનીયનું ભવનું કારણપણું પ્રસિધ્ધ છે. સમ્યક્ત્વ મોહનીયનું કેવલજ્ઞાનમાં વિઘ્નનું કારણ પણું હોવાથી તે પણ ભય છે. કષાય અને નો કષાય મહાવૈરાદિનો હેતુ હોવાથી ભવનું કારણ જ છે. તે બરાબર છે. એ પ્રમાણે મોહ એ ભય છે. તત્વ પ્રરિજ્ઞા વડે જાણતો
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (138) મ.અ.અં.૩, ત.-૧