________________
છે.) અને તે (મોક્ષ) સંસાર નગરનો ત્યાગ અથવા તેજ સંસાર નગરના મોહ નામના સ્વામિના ગુણના ત્યાગથી પ્રાપ્ત થાય છે. બીજા દર્શનકારો પણ સત્વ, રજો, તમો ગુણના અને સ્વપુરનો સંસારનો ત્યાગ કરતા મોક્ષ માને છે. પરંતુ મહાગ્રુધ્ધિ યુક્ત સદ્ગણવાળાને કે મોહવાળાને તે મોક્ષ પ્રાપ્ત થતો નથી. સંસારનું પુરાણુંપણું અને મોહનું સ્વામિપણું પોતે (જાતેજ) બીજા શાસ્ત્રોથી જાણી લેવું અને વર્ણન કરવું અને તે ગુણનો (સત્વ, રજો, તમો) ત્યાગ, દુષમ નામના પાંચમાં આરામાં દુર્લભ છે. તે કારણે તે આરામાં જન્મેલા મનુષ્યોને મોક્ષ મળતો નથી. એ પ્રમાણે પૂર્વની ગાથા સાથે સંબંધ કરવો. -
જે કારણથી કલિકાલના જીવો લોક પ્રસિધ્ધ દુઃષમ કાલને કલિકાલના નામથી નવાજે છે અને તેથી તે જીવો ગુણવાન કહેવાય છે. જેમ વિકૃત મુખવાળાને સારા મુખવાળો કટાક્ષથી કહેવાય છે. તેમ તે જીવોને ગુણવાન કહ્યા છે.
કલિકાલના જીવો સેવકજનવત્સલ, અચંચલ, મનવાળા, નિર્લોભી, અકુંજુસ, (ઉદાર) અને સાહસિક છે. આવા પૂર્વકાલમાં હતા નહિ તેમ હું માનું છું.
આજ ગાથાની વ્યાખ્યા બે ગાથાઓ વડે કરે છે....... રાગની અંદર અવિહડ (મજબૂત) રાગી, મિથ્યાત્વાદિમાં અચંચલ કરનારા સગાદિમાં સંતોષવાળા, ગર્વાદિમાં પોતાના સુકૃતનો ત્યાગ કરનારા, ઈષ્ટનો વિયોગ, જરાઆદિમાં અને વળી વ્યસનો (દુઃખ)માં પાપથી અભીરુ (ડર વગરનાસાહસિક) છે. પૂર્વના જીવો આથી ઉલટા છે. જેઓ ભવસુખનો ત્યાગ કરી મોક્ષમાં ગયા છે. પી.
આનો અર્થ સ્પષ્ટ છે. ભાવના (વિચારણા) આ પ્રમાણે છે. કલિકાલના જીવો જેવી રીતે મોક્ષના પ્રતિબંધક ભવવાના કારણભૂત પાંચ ગુણવાળા છે. તેવી રીતે પૂર્વે દુષમ સુષમા કાલવાળા જીવો ન હતા.... અને તે આ પ્રમાણે (૧) સેવક જનવત્સલવાળા (૨) અચલચિત્તવાળા (૩) નિર્લોભી (૪) ઉદારતાવાળા અને (૫) સાહસવાળા એ પ્રમાણે પહેલા ગાથામાં કહ્યું છે. ક્રમ કરીને તેના કારણ વડે સ્વરૂપને કહે છે. જીવના માલિક એવા રાગાદિની અંદર સેવકપણું ન જવાથી અથવા જેવી રીતે પૂર્વજીવો શ્રી નેમિનાથ,શ્રી ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (148)
.*
*
*
*
*
*
*
*
:
:::::::::::::::::
::