________________
શ્લોકાર્થ :- હે બુધજનો ! આમ્રફલ વિ. ના દ્રષ્ટાંતવડે પ્રમાદીઓની લાભ-હાની વિચારીને વિશેષ પ્રકારે મોહરૂપી શત્રુ પર જયરૂપ લક્ષ્મીની ઈચ્છા હોય તો પ્રમાદને દૂર કરી પુણ્ય કાર્યમાં રત રહો ? ઈતિ.....
મધ્યાધિકારે ૩ અંશે (તરંગ - ૩જો પૂર્ણ.)
મધ્યાયિકારે -'૩ અંશ (તરંગ - ૪)
શ્લોકાર્થ :- ઉત્તમકુલ આદિ ઉદયને પામીને પાપરૂપ શત્રુપર જયરૂપ લક્ષ્મી મેળવવા માટે કેવી રીતે ધર્મમાં ઉજમાળ બનો કે જેથી પરલોકમાં ઉદયને પામો.
(૧) ઉદિતઉદિત (૨) અસ્તમિત ઉદિત (૩) ઉદિત અસ્તમિત, અને (૪) અસ્તમિત અસ્તમિત આ ચાર પ્રકારના પુરુષોમાં
(૧) ભરત ચક્રવર્તી (૨) હરિકેશીબલ (૩) બ્રહ્મદત્તચક્રી અને (૪) કાલસૌકરિક દ્રષ્ટાંત રૂપે છે.
વ્યાખ્યા --ચાર પ્રકારના પુરુષો હોય છે. તે આ પ્રમાણે ઉદિતઉદિત (૨) અસ્તમિત ઉદિત (૩) ઉદિત અસ્તમિત અને (૪) અસ્તમિત અસ્તમિત.
તેમાં ઉદિત આ ભવમાં ઉત્તમકુલ જાતિરુપ લક્ષ્મીનું સુખ, સંતાન, ઐશ્વર્યાદિથી યુક્ત, નિષ્કલંક જિનેશ્વરે કહેલા ધર્મની આરાધનાથી પરભવે પણ મહેન્દ્રાદિની સુખસંપદાને પામશે એ પ્રમાણે પરલોકમાં જે ઉદિત છે. તેઓ ઉદિત ઉદિત કહેવાય છે. શ્રી ભરત ચક્રવર્તિ અને અભયકુમાર મંત્રી આદિની જેમ... (૧) અથવા દ્રવ્યથી સમ્યગ્ધર્મની આરાધનાવાળા જેઓ છે. તેઓ ઉદિતોદિત સમજવા એ પ્રમાણે આગળ પણ સમજવું.
તેવીરીતે જેઓ આ ભવમાં કુલજાતિ વિ. થી હીન છે. તે અસ્તમિત અને વળી સમ્યગૂ ધર્મમાં ઉદ્યત હોવાથી પરલોકમાં ઈન્દ્રાદિ પદવીને પ્રાપ્ત કરશે. એ પ્રમાણે ઉદિત છે. અસ્તમિતોદિત જેવીરીતે હરિકેશીબલ ઋષિ વિ. એનાથી વિપરિત ઉદિતાસ્મિત જેવી રીતે બ્રહ્મદત્તચક્રી વિ. (ધ્ધિવાળો પછી નરકમાં) વળી બંને રીતે અસ્તમિત.... જેવી રીતે કાલસૌકરિક વિગેરે.
| મધ્યાધિકારે ૩ અંશે ૪ તરંગ પૂર્ણ .
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) વિ4)મ.અ.અં.૩, તા.-૪
*:::::::::::::::::
i
s
::::::::::::::::::::::