________________
ઉતારવા-લખવા. જેઓ હોંશિયાર જાણકાર નાવિકની જેમ ભવરૂપ સમુદ્રને જાતે તરે છે. અને બીજાને તારે છે. તે સર્વોત્તમ જાણવા. બીજા પણ ચારનું પોતપોતાની ક્રિયા અનુસાર યથાયોગ્ય ફલાદિ જાતે જ વિચારી લેવું ઈતિ.
શ્લોકાર્ધ - હે જનો ! મોહરૂપ શત્રુપર જયરૂપ લક્ષ્મી મેળવવા માટે મોહકર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત કરેલા ધર્મને વિશે વિવિધતા વિચારીને ઉદ્યત - પ્રયત્નશીલ બનો.
| | મધ્યાધિકારે ૩ અંશે તરંગ છઠ્ઠો (૬) પૂર્ણ.. /
| મધ્યાધિકારે ૩ અંશે (તરંગ - ૭): |
વળી પણ મીન દૃષ્ટાંતથી ચર્તુભેગી કરવાને માટે ફરી કહે છે.
શ્લોકાર્થ ઃ- (૧) અનુકુલશ્રોત (૨) પ્રતિકુલશ્રોત (૩) અંતે (૪) મળે..... જેમ માછલાઓ ફરે છે. - ચરે છે. તેમ કૃતધર્મ (આગમ) ને વિષે ચાર પ્રકારના મુનિઓ, શ્રાવકો અને જીવો ચરે છે - રહે છે. હોય છે. સમો વર’ એ પ્રમાણે પાંચમા ભંગનું પદ છોડીને બાકીનાની વ્યાખ્યા બધાની પૂર્વની જેમ જાણવી. તેથી અહિંયા તેનો ફરી વિસ્તાર કરતા નથી. તથા શ્રી સ્થાનાંગના ચોથા સ્થાનનાં અધિકારમાં કહ્યું છે કે....... માછલા ચાર પ્રકારના કહ્યા છે. તે આ રીતે
(૧) અનુકૂલ પ્રવાહમાં ચાલનારા (૨) પ્રતિકૂલ પ્રવાહમાં ચાલનારા (૩) અંતમાં ચાલનારા (૪) મધ્યમાં ફરનારા. ઈતિ.....
મધ્યાધિકારે ૩ અંશે તરંગ ૭ મો પૂર્ણ !
(ત્રીજો અંશ સંપૂર્ણ...)
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)] 159 મિ.અ.અં.૩, ૪-૭]
is : : : : : : : અરજી