________________
(પુરોહિત) સિધ્ધસેન અને ધનપાલ વિ. મિથ્યાત્વમાં પૂરેપૂરા લાગેલા છતાં પણ થોડા વેદના અર્થની કરેલી વ્યાખ્યાદિના પ્રયત્નથી મિથ્યાત્વના પરિત્યાગ પૂર્વક અને અરિહંત પ્રભુના ધર્મના સ્વીકારથી ચંચલ ચિત્તવાળા એટલે કે મિથ્યાત્વને છોડનારા થયા તે પ્રકારે વર્તમાન કાળમાં અનુભવ થતો નથી.
ગીતાર્થ અને આગમ વચનોથી પોતાના કદાગ્રહનો ત્યાગ ન કરવાથી શ્રી વીર વાણીનો તિરસ્કાર કરનાર જમાલી, ગોષ્ઠા મહિલાદિ સાત નિહ્નવ અને દિગંબર વિ. ની જેમ અચલ ચિત્તવાળા હતા. એ પ્રમાણે આદિ શબ્દ ના સૂચનથી વિષયાદિમાં પણ અચલ ચિત્તપણે વિચારવું, તેવીરીતે સ્વર્ગાદિને વિષે એટલે કે સ્વર્ગ, અપવર્ગ, ચક્રવર્તિ આદિની ઋધ્ધિને વિષે સંતોષી હોવાથી લોભ વિનાના કિલકાલના જીવો છે. જેવી રીતે અવન્તિ સુકુમાલ બત્રીશપત્ની વિ. ભોગો મલ્યા હોવા છતાં પણ પહેલા સૌધર્મ દેવલોકમાં રહેલા નલિની ગુલ્મના સુખના લોભથી દીક્ષા લઈને શિયાળણી વડે ખવાવાનું કષ્ટ સહે છે. શ્રી શાલિભદ્ર, ધન્યકુમાર, શ્રી શ્રેણિક મહારાજાના પુત્ર નંદિ પેણ, મેઘકુમાર વિ. એ નાસિક્યપુરવાસી સુંદરી, નંદ વિ. એ રાજ્યાદિની સમૃધ્ધિ ને ત્યાગી દીધી તેવી રીતે સાંપ્રતકાળના જીવો છોડતા નથી. કારણ કે તેઓની ઘસાઈ ગયેલ જીર્ણકુટિર શ્લોકમાં કહેલ સાંશયિક ભોગોને વિષે પણ સંતોષી બની જ રહેલા છે. અને ઘડપણ હોવા છતાં પણ બ્રહ્મચર્યાદિ વ્રતને સ્વીકારતા નથી. પ્રવજ્યાને પણ લેતા નથી અને જો કદાચ ગ્રહણ કર્યું હોય તો પણ સ્વર્ગના સુખ વિ. માં અનિચ્છાવાળા તેનું સારી રીતે પાલન કરતા નથી. અને અણું જેટલા પ્રમાદના સુખને છોડતા નથી. પાર્થસ્થાદિ યતિની જેમ આચરણ કરી જન્મ પૂર્ણ કરે છે. તેવા પ્રકારના ઘણા નિર્લોભી, તેવી રીતે ગર્વ વિ. નું કારણ ઉત્પન્ન થયે છતે પોતાના પુણ્યનો ત્યાગ કરવામાં ઉદાર છે. થોડુંપણ કરેલા દાનાદિ પુણ્યને ગર્વાદિથી તેને (પુણ્યને) કાઢી નાખે છે. ક્રોધ વડે ઘોર તપનો નાશ કરનાર કરટોત્કરટાદિની જેમ, કદાગ્રહ વિ. થી સુસઢની જેમ. તેવી રીતે પૂર્વના જીવો હોતા નથી. ''ગ૬ વટ્ટ સાહૂ?' એ પ્રમાણે ચક્રવર્તિ સાધુવડે, શ્રી ગૌતમ વડે, આનંદ કામદેવાદિ વડે, કુરગડુઆદિ વડે લક્ષ્મીનો પરિત્યાગ, શ્રુતજ્ઞાન, શ્રાવકની ક્રિયા ક્ષમા વિ. ના પોતાના પુણ્યના જવાના ભયથી ગર્વ ન કરવાના કારણે કંજુસ છે. પૂર્વભવમાં શ્રી પાર્શ્વનાથના જીવવડે,
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
મ.અ.અં.૩, ત.-૨
:::::::::::::
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::