________________
ભોગો, જે કાલ આવ્યો નથી, ભવિષ્યકાલની ખબર નથી. પરલોક છે કે નથી તેને કોણ જાણે છે. લોકોની સાથે અમે ખાઈએ છીએ એ પ્રમાણે બાળકો બોલે છે. ઈત્યાદિ આ લોક આવડો જ છે. જેટલો ઈન્દ્રિયોને દેખાય છે. હે ભદ્રે ! બહુ શ્રતો જે કહે છે. તે આ વરુના પગને જો... હે ચારુ લોચને ! પી અને ખા, હે વરગાત્રિ ! જે અતિત થઈ ગયેલું છે તે હવે નથી રહ્યું. એ ભીરુ ! ગયેલું પાછું આવતું નથી. આ કલેવર (શરીર) માત્ર પાંચભૂતનો સમુદાય છે. ઈત્યાદિ કૌલાચાર્યના અનુયાયિના બાલ વચનોને અવગણીને પરલોકમાં હિતને કરનારા ધર્મમાં જ પ્રયત્ન કરવો એજ હિતને માટે છે.
શ્લોકાર્થ :- હે પંડીતો! આ પ્રમાણે સુખના અર્થને અને તત્ત્વના અર્થને જાણીને પ્રમાદ રૂપી શત્રુ પર જયરૂપ લક્ષ્મી વડે અરિહંત પ્રભુના ધર્મને કરવામાં પ્રયત્નશીલ બનો, જેથી કરીને જલ્દી અક્ષય રૂપ એવા જ્ઞાન (કેવલજ્ઞાન) ને પ્રાપ્ત કરો.
|| મધ્યાધિકારે ત્રીજા અંશે (૧ લો તરંગ પૂર્ણ) .
'મધ્યાધિકારે..... ૩ અંશે (તરંગ - ૨)
શ્લોકાર્થ:- સર્વ શત્રુ પર જયરૂપ લક્ષ્મી વડે જીવો નિત્ય સુખને ઈચ્છે છે. ગૌતમે ભગવાનને પૂછેલા પ્રશ્નોના ઉપાય ભગવાન આ પ્રમાણે કહે છે. |૧||
સુખ મોક્ષમાં છે. અનાદિનગરનો ત્યાગ કરવામાં સમર્થ દુઃષમ કાલમાં તે ધર્મ દુર્લભ છે.
વ્યાખ્યા :- તાત્વિક સુખ મોક્ષમાં છે. તે મોક્ષ ભરત રાવત ક્ષેત્રમાં સુષમ દુષમ નામના ત્રીજા આરાના અંતના છેડે અને દુષમ સુષમ નામના ચોથા આરામાં હોય છે. અને દુષમ કાલ નામનો પાંચમો આરો આવ્યે છતે મોક્ષ થતો નથી...... તેમાં કારણ શું છે? એ પ્રમાણે ગૌતમ સ્વામિએ પૂછતાં ભગવાન વર્ધમાન સ્વામિ કહે છે કે તે મોક્ષ, અનાદિનગર (સંસાર) ના જીવોને અનાદિકાલથી રહેઠાણરૂપ સંસારના ત્યાગથી થાય છે. (પ્રાપ્ત થાય || ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (147) મ.અ.અં.૩, ત
.
.
:
:
:
:::
:
:
1. . . . . .
. . . . .
. . . . . . . . .