________________
હાડકાં વજ્રમયી છે. તેવો જો કર્ણદધીચી અહીંયાં સ્થાયી રહી શક્યો નથી. તેથી હે ધી૨ ! ધર્મનો તું અનાદર (ધિક્કાર) ન કર.
શરદઋતુના વાદળ જેવી સમસ્ત પ્રકારની લક્ષ્મી છે. અને નદીના પૂરના જેવું જીવિત (આયુષ્ય) છે. નાટકશાળા જેવું કુટુંબ છે. તો પણ ધર્મ કરવામાં શા માટે મુંઝાય છે. ? અર્થાત્ ધર્મ કેમ કરતો નથી.
એ પ્રમાણે શ૨ી૨, જીવિત, (આયુષ્ય) યૌવન વિ. ના સ્વરૂપને જાણીને ધર્મમાં જ પ્રયત્ન કરવો. કારણ કે જીવનો વિનાશ થતો નથી. તે (આત્મા) પરિણામિ, પ્રત્યક્ષ ભોક્તા, કર્તા, દેવ નરકાદિ ગતિના પર્યાયને પામનાર અને સકલ કર્મના ક્ષયથી શાશ્વત સુખરૂપ મોક્ષને પામે છે. કારણ કે ચૈત્યન્ય સ્વરૂપ, પરિણામી, કર્તા, પ્રત્યક્ષ ભોગવનાર, પોતાના દેહના પ્રમાણવાલો, દરેક ક્ષેત્રમાં પુદ્ગલથી ભિન્ન, અને અરૂપી છે. એ પ્રમાણે જૈન માને છે. લૌકિકો પણ કહે છે કે બ્રહ્માદિને વિષે, ઘાસની ટોચે, પ્રાણીયોમાં જીવ પરિભ્રમણ કરે છે. પાણીમાં - પૃથ્વી ઉપર તથા આકાશમાં વારંવાર જન્મ લે છે. એ પ્રમાણે આરણ્યકમાં કહ્યું છે. જેવી રીતે જીર્ણ વસ્ત્રોને છોડી દઈને મનુષ્ય બીજા નવા વસ્ત્રને ગ્રહણ કરે છે. તેવી રીતે હે અર્જુન જીવ બીજા બીજા શરીર ગ્રહણ કરે છે. અને છોડે છે. એ પ્રમાણે ગીતામાં કહ્યું છે.
વેદમાં પણ કહ્યું છે કે, પુણ્ય કર્મથી પુણ્ય અને પાપ કર્મથી પાપ બંધાય છે. વિષ્ટા સાથે દહન કરવાથી શૃંગાલ થાય છે. તથા જેવીરીતે હજારો ગાયોમાંથી વાછરડું પોતાની માને ઓળખી લે છે. તેવી રીતે પૂર્વ કૃતકર્મ કર્મ કરનારને અનુસરે છે. તેની પાછળ પાછળ જાય છે. સેંકડો ક્રોડોભવ થવા છતાં પણ કરેલા કર્મનો નાશ થતો નથી. કરેલા શુભ અશુભ કર્મ અવશ્ય (નિશ્ચયે કરી) ભોગવવા પડે છે.
અહીંથી લઈને ૯૧ મે ભવે શકતી રૂપ શસ્ત્ર વડે મેં પુરુષને હણ્યો હતો તે કર્મના વિપાકે કરીને હે ભિક્ષુઓ ! આજે હું પગમાં વિંધાયો છું. (પગમાં મને વાગ્યું છે) ઈત્યાદિ ! તેથી આત્માનું અવિનાશીપણું સિધ્ધ થાય છે. અને તે સિધ્ધ થતાં પરલોકપણું, શુભ અશુભ કર્મનું ક૨વાપણું અને ભોક્તાપણું એ તેનું ફલ સુખ દુઃખ વિ. પ્રાપ્ત થતું જોવાય છે. આથી હાથમાં આવેલા આ
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (146 મ.અ.અં.૩, ત.-૧