________________
દેખતો હોવા છતાં લંગડો દાઝયો અને દોડતો એવો આંધળો પણ દાઝયો. વાજિંત્ર અને નાચવામાં કુશલ એવા નટો પણ નટવિદ્યા ન કરવાના કારણે લોકોને સંતોષ નથી આપતા. (નાચ્યા વગર) નિંદા અને તિરસ્કાર ને પામે છે. તરવાનું જાણતા હોવા છતાં કાયાની ક્રિયા (હાથ હલાવ્યા) વિના તરી શકતો નથી. અને તે જેમ પ્રવાહમાં ડૂબે છે. તેમ ચારિત્ર વિનાનો જ્ઞાની ડૂબે છે. તેમાં અંગારમર્દક, મથુરાના મંગુઆચાર્ય આદિના દૃષ્ટાંતો જાણવા જ્ઞાનમાત્ર મુક્તિનું કારણ બનતું નથી. એ પ્રમાણે એકલું જ્ઞાન મુક્તિનું કારણ બનતું નથી, એકલું દર્શન (શ્રધ્ધા) મુક્તિનું કારણ બનતું નથી.
કહ્યું છે કે - કૃષ્ણ અને શ્રેણીક, પેઢાલપુત્ર, સત્યકી વિદ્યાધર અનુત્તર દર્શન સંપદાવાળા હોવા છતાં ચારિત્ર વિના નરકમાં ગયા. તેવી રીતે એકલા ચારિત્ર થી પણ મુક્તિ નથી. કહ્યું છે કે ચારિત્રમાં થોડો હીન હોવા છતાં પણ પ્રવચન (શાસન)ની પ્રભાવના કરવાવાળો જ્ઞાનાધિક ઉત્તમ છે. દુષ્કર ચારિત્રવાળો એવો અલ્પજ્ઞાની સારો નથી. તેથી દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ત્રણનો સમુદાય સાથે હોય તોજ) મોક્ષનું કારણ બને છે. કહ્યું છે કે.... ત્રણનો સંયોગ સિધ્ધિનું ફલ આપનાર થાય છે. એક ચક્રવાળો રથ ચાલતો નથી. દા.ત. આંધળો અને લંગડો વનમાં ભેગા થયા. તે બન્નેએ ભેગા થઈને નગરમાં પ્રવેશ કર્યો. જ્ઞાનવાળો અને દર્શન વિનાનો સાધુ વેષ નકામો છે. (ફલ આપનાર નથી) ઈત્યાદિ. ' તેવી રીતે આચારાંગમાં કહ્યું છે કે - “આજ્ઞા વિનાનો ચારિત્રવાળો હોય અને આજ્ઞાવાળો ચારિત્ર હીન હોય એ પ્રમાણે ન થાઓ દર્શન કલ્યાણકારી છે. ઈતિ માત્ર યતિ વેષ પણ કાર્યકરનારો થતો નથી. (કાર્ય સરતું નથી.) કારણ કે.. અસંયમમાં વર્તતા આત્માનો વેષ ફલને આપતો નથી. ઈત્યાદિ તેવી રીતે આવશ્યક સૂત્રમાં વંદનક નિયુક્તિમાં સાધુવેષને વફાદાર નહિ રહેનારને જાણનારે નમવું તે દોષરૂપ થાય છે. નિäવસ પરિણામને જાણતો હોય અને વંદન કરે તેને નક્કી દોષ લાગે છે. ચાંદીનો સિક્કો ખોટી છાપવાળો હોય તો તે સાચો રૂપિયો બનતો નથી. બંન્નેનો સમાન યોગ થયે છતે તે માન્યતાને (સચ્ચાઈને) પામે છે. આ વાત આગમમાં બહુ વિસ્તારથી કરેલી છે. અમે પણ બીજા પ્રકરણમાં કહેલું છે. તેના અર્થીઓએ ત્યાંથી
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) |
મ.અ.અં.૩, તા.-૧
::::::::::::::::::::::