________________
ખાતાં જીવોને હણનારું થાય છે. એવી ઉપમાવાળા કામભાગના વિપાકો છે. ||
કહ્યું છે કે - ઘનચપલ છે. આયુ અલ્પ છે. સ્વજનો સ્વાર્થવાળા, શરીર ક્ષય થનાર છે. લલના કુટિલ, એવા પરાભવવાળા, બીક અને વિનોથી ભરેલા સંસારમાં સુખ ક્યાંથી હોય ? આથી મોક્ષનું સુખ એજ સારે છે. તેમાંજ બુધ્ધિમાનોએ પ્રયત્ન કરવો. બુધ્ધિમાનોએ આ પ્રમાણે ઉપનિષમાં ઉપદેશ આપ્યો છે.
મોક્ષ સુખનું કારણ જ્ઞાનાદિ છે :- સમ્યકજ્ઞાન દર્શન, અને ચારિત્ર જ મોક્ષનું કારણ છે. પરંતુ પવન (પ્રાણાયામ) સાધના વિ. યોગ, અગ્નિહોત્ર, પંચાગ્નિ, સાધન, ધુમ્રપાન (બીડી) વિ. તુચ્છ કંદ - મૂલાદિનો આહાર કરનાર તાપસ પરિવ્રાજક આદિના વ્રત ક્રિયા, સ્નાન મિથ્યાદાન, મિથ્યાતપ ક્રિયા વિ. મોક્ષના સાધન નથી.
કહ્યું છે કે.... હજારો વર્ષ તપ અથવા યુગો સુધી યોગની ઉપાસના કરી હોય તો પણ મોક્ષના માર્ગમાં નહિ ચઢેલા મોક્ષને ઈચ્છતા હોવા છતાં પણ મોક્ષમાં જતા નથી. તેવી રીતે ૬૦ (સાઠ) હજાર વર્ષ સુધી ર૧ વાર પાણીથી ધોયેલા ચોખા તામલિ તાપસે ખાધા તેવો અજ્ઞાન તપ અલ્પફલને દાયક બને છે. તામલિ તાપસે કરેલા તપથી જિનમતથી (આજ્ઞાવાળો) સાત જણ સિધ્ધ થાય તેવો તેને તપ કર્યો છતાં અજ્ઞાનતપના કારણના દોષથી તામલી તાપસ ઈશાન દેવલોકમાં દેવ થયો.
તેમજ નમિપ્રવજ્યાનામના અધ્યયનમાં કહ્યું છે કે અજ્ઞાન તપ કરનારો (બાલ) જો ઘાસ (તૃણ)ના અગ્રભાગ પર રહેલું મહિને મહિને ખાય તો તે શ્રુતાગ (આગમમાં કહેલા) ધર્મની સોલમી કલાને પણ પામતો નથી. ll૧al
વળી જો મહિને મહિને હજાર હજાર ગાયોનું દાન આપે તેના કરતાં કંઈપણ આપતો નથી તેવો સંયમી શ્રેષ્ઠ છે. ll - ઈત્યાદિ (સુખ માટે) જ્ઞાનાદિ (ત્રણ) નો સમૂહ જ કારણ છે. જુદા જુદા નહિ એ પ્રમાણે સૂચન કરવા માટે બહેતુ એ પ્રમાણે એક વચન વાપર્યું છે. કહ્યું છે કે - “જ્ઞાન વિના ક્રિયા નકામી છે” ક્રિયા વિના જ્ઞાન નકામું છે. | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 135 મિ.અ.અં.૩, તા.-૧)