________________
જાણી લેવું ઈતિ એ પ્રમાણે મોક્ષાર્થીએ સર્વરીતે સારભૂત જ્ઞાનાદિને વિષે ઉજમાલ, ઉદ્યત થવું જોઈએ.
મયે મોહોત્તિ :- મોહ એટલે અજ્ઞાન તેજ ભય. ભયનું મૂલ અજ્ઞાન હોવાથી અજ્ઞાનતાથી પતંગિયું અગ્નિમાં, હરણ, પોપટ, મેના વિ. પાશમાં અને માછલાં વિ. જાલમાં પડે છે. આતો બહારનો ભય છે. એક વખત મરણનું તે કારણ હોવાથી, આન્તરિકતો ભય અનંત મરણનું કારણ હોવાથી દેવાદિતત્વનું અજ્ઞાનરૂપ મિથ્યાત્વ જ છે. રાગાદિથી દુષ્ટ (ઘેરાયેલા) કુદેવો મુક્તિને માટે પણ આરાધાયેલા રાગાદિની વૃધ્ધિ થવાને કારણે અનંત મરણરૂપ સંસારના દુઃખનું જ કારણ છે. એ પ્રમાણે કુગુરૂનું પણ સમજવું.
કહ્યું છે કે:- સર્પને જોતાં લોકો કંઈપણ બોલ્યા વગર ભાગી જાય છે. જેઓ કુગુરૂ રૂપ સર્પથી દૂર રહે છે. તેને મૂર્ખલોકો દુષ્ટ કહે છે. સર્પ એક વખત મરણ આપે છે. પરંતુ કુગુરૂ અનંત મરણો આપે છે. તેથી સર્પને પકડવો સારો પરંતુ કુગુરુની સેવા કલ્યાણકારી (હિતકારી) નથી. હિંસાદિરૂપ ધર્મપણ અધર્મ છે. અને અનંત મરણ આપનાર અને ભાવના દુઃખનું કારણ છે.... શ્રી.. ઉત્તરાધ્યયનાદિમાં યજ્ઞ કરનારો બોકડો થયેલ બ્રાહ્મણની જેમ, કથાકોશમાં જંગલી ગેંડો થયેલો વિષ્ણુદત્ત શ્રેષ્ઠિની જેમ, ચારુદત્તથી સાતવાર નિર્ધામણા કરાયેલો યજ્ઞની અંદર હણાયેલો અને દેવ થયેલા બોકડાની જેમ, આ કથા નેમિચરિત્ર વિ. માં છે. અથવા વસુદેવ હિન્દીમાં પ્રસિધ્ધ ભદ્રપરિણામી મહિષની જેમ.
એ પ્રમાણે દેવાદિના સ્વરૂપને નહિ જાણવા રૂપ મોહ એટલે કે ભય અથવા પિતા વિ. ઉપર આસક્તિ તે મોહ છે. તે પણ વિષયરૂપ મોહ તે ભય છે. ભવનો હેતુ હોવાથી પિતા વિ. ભય રૂપ જ છે. જેવી રીતે (૧) પિતા (૨) માતા (૩) સંતાન (૪) ભાર્યા (૫) સજ્જન (૬) સખી – મિત્ર (૭) દેહ (૮) જ્ઞાતિજનો (૯) ધન (૧૦) વર્ગ (૧૧) ગુરૂ (૧૨) દેવ ઉપર દ્રષ્ટિરાગ મોહના સ્થાનો છે. અને ભયનું કારણ છે. આ ગાથાનું પહેલાં ભય હેતુ તરંગમાં વિવરણ કરેલું છે. જેની વ્યાખ્યા કરી નથી. તેની વ્યાખ્યા કરીએ છીએ. મિત્રો, તેના મિત્રના મોહથી ઘણાય લોકો દુઃખો સહન કરે છે. અને સંસારમાં પડે છે. ક્ષીરકદંબક ઉપાધ્યાયનો પુત્ર પ્રવર્તકની મૈત્રી અને દાક્ષિણ્યાદિ
0 ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
મ.અ.અ.૩, તા-૧