________________
ધન, સ્વજન આદિપણ ભવાન્તરમાં સાથે આવવાવાળા નથી એવી વિચારણા કરવી..... કહ્યું છે કે... ધન ઘરમાં રહે છે. નારી વિશ્રામભૂમિ (સીમ) સુધી, સ્વજનો સ્મશાન સુધી, દેહ ચિત્તાને વિષે રહે છે. કર્માનુસાર જીવ એકલોજ પરલોકમાં જાય છે. આથી રક્ષણ કે શરણનું કારણ ન હોવાથી આ પદાર્થોમાં આત્મીય મારૂ છે) એવી બુધ્ધિ ન કરવી.
સૂયગડાંગ સૂત્રમાં કહ્યું છે કે ધનને, પશુઓને અને જ્ઞાતિજનો ને બાળજીવો રક્ષણ (શરણ) રૂપ માને છે. રક્ષણ અને શરણ વગરનાં તેઓ (ધનાદિ) મારા નથી. હું તેમનો નથી. શ્રી ઉત્તરાધ્યનમાં પણ કહ્યું છે. તેના દુખમાં મિત્રવર્ગ, પુત્રવર્ગ, બાંધવો અને સ્વજનો ભાગ પડાવતા નથી. એકલો જાતે દુઃખને અનુભવે છે. કર્મ કર્મ કરનારાની પાછળ જાય છે. ઈત્યાદિ આથી તેમાં મમતા ન કરવા થકી કર્મમાંજ આત્મ બુધ્ધિ કરવી. અને તે કર્મો શુભ અને અશુભ રૂપે બે પ્રકારે છે. તેમાં અશુભ કર્મ દુઃખરૂપ ફલને આપનારા છે. એ પ્રમાણે સમજીને તેને ત્યાગવામાં અને શુભકર્મો સુખરૂપ ફલને આપનારા છે. એમ જાણીને તેને ભેગા કરવામાં બધી શક્તિ વડે પ્રયત્ન કરવો ઈતિ ઉપદેશ છે. તેવી રીતે બીજા તરંગમાં કહ્યું છે કે અધમ (માણસ) પ્રાર્થના કરતો ધન ભોગાદિ ભેગું કરે છે. (વધારે છે, પરંતુ તે મૂર્ખ તેને ભોગવતો નથી. થોડા પાપથી ઉત્પન્ન થયેલ અણું જેટલું પણ પાપ આલોક અને પરલોકમાં નિશ્ચયે યાતના આપે છે. ઈત્યાદિ ! તેથી ચાલી જનારા દ્રવ્ય વડે કરીને અહીંયા પણ શું ? અને ભેદપાડનારા સ્વાર્થવાળા સ્વજનોથી પણ શું? શરીર પણ હંમેશા જીર્ણ થતું જાય છે. માટે તે આત્મનું ! લાંબાકાળ સુધી હિતકર એવા ધર્મને કર એનું કુટુંબ આ પ્રમાણે વિચારવું.... જૈન સિધ્ધાંત એ પિતા છે. દયા માતા છે. સદ્ભાવના સ્ત્રી છે. અને ગુણો પુત્ર છે. સુકૃત ભાઈ છે. કીર્તિ પુત્રી છે. આ કુટુંબમાં જે આનંદ માને છે. એટલે કે તેમાં ડૂબેલો રહે છે. તે હંમેશા સુખી છે. ઈત્યાદિ Ill
હવે 'વિસર્ફ તેવું નર નીવો રિ’’ દેહ આદિ વિનાશ પામે છે. જીવ વિનાશ પામતો નથી. તેમાં આદિ શબ્દથી ધાન્ય વિ. નવ પ્રકારનો પરિગ્રહ, યૌવન વિ. લેવું તેમાં દેહની વિનશ્વરતાને વિષે કહ્યું છે. કે....
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
મ.અ.અં.૩, ૪-૧
: : :::::::::::::::::++:+ : : મકમisi
t s : ::::: * * * * * * ::::::::::::::::