________________
અને દેહ ક્ષણભંગુર છે. કહ્યું છે કે નષ્ટ થનારા દેહને આશ્રયીને એવો કોણ બુધ્ધિશાળી છે કે જે પાપ ને આચરે ? એરંડાના ઝાડ ઉપર બેસી હાથીને ખીજવવો (વિરોધ કરવો) નહિ અને આ વાત અતિ સાધારણસામાન્ય છે. ઘણા ધનવાળાથી, પિતા વિ. થી ચંડાલો વિ. થી પણ જે શરીર દુઃખને પામે છે. જેના ભોગીઓ ઘણા છે. તેવા શરીર પર મમતા કેમ રાખે
એની લેશ વિચારણા.... જે પુત્રાદિના શરીરને માતા, પિતા, ભાઈ, પત્ની, સ્વામિ વિ. અમારાથી ઉત્પન્ન થયેલું આ શરીર અમારાથી પોષણ કરાયેલું છે. અમે જ ગ્રહણ કરેલું છે. ઈત્યાદિ બુધ્ધિ વડે શરીર પર માલીક પણું કરતાં તેની પાસે કામ કરાવવા ઈચ્છે છે. અને જે માંસલતાદિ ગુણને જોઈને ચંડાલ, શિયાળ, કાગડો, વરૂ, સર્પ, સિંહાદિ સજીવ કે નિર્જીવ પોતાને પરિભોગ્ય હોવાથી ખાવાને ઈચ્છે છે. અને કૃમિ, મચ્છર, ડાંસ, પતંગીયા, ચાંચડ, જુ, માંકણ વિ. અથવા સ્ત્રી વિ. ડાંસની જેમ નિશ્ચિત ખાનારા ભોગવનારા છે. તેવા અશુચિપણા આદિ વડે જુગુપ્સનીય દેહના અંગમાં હે પુરુષ ! તને મમતા કેમ થાય છે ? આ મારૂં છે. એવી બુધ્ધિ એવો ભાવ તે મમતા કહેવાય છે. રા. અને આ શરીર આત્માને સુખ વિ. ફલ આપનાર નથી. દેહ સુખાદિથી અને શોકાદિ અવસ્થાની અને ભવાન્તરની અવસ્થાની વિચારણા કરવાથી આલોક કે પરલોકમાં આત્માને સુખ મલતું નથી. ફી તેવી રીતે બીજા કેદી, રોગ, વૈરિ વિ. થી એનું અપહરણ કરવું અશક્ય છે તે પ્રસિધ્ધ જ છે. ll૪ll તેવીરીતે આ શરીર પરવશ છે. થોડાપણ રોગ, વિ. માં સ્વેચ્છાપૂર્વક ચાલવા આદિની ક્રિયાને કરવાને માટે શક્તિવાન થતું નથી. Ifપા જેના સંગમાત્રથી વસ્ત્ર, આહાર, ઘર, વિ. અશુચિમય થઈ જાય છે. તેવું તે અશુચિય પણ છે. ક્ષણવારમાં અશુચિપણાને પામે છે. માનવ દેહમાં શું સુંદરતા છે ? અધ્યાત્મ કલ્પદ્રુમમાં કહ્યું છે કે ચર્મ, અસ્થિ, હાડકાનો માવો (મા), સ્નાયુ, ચરબી, આંતરડા, માંસ, વિષ્ઠાદિ અસ્થિર પુદ્ગલો વિ. થી અશુચિમય છે. તે આત્મન્ ! સ્ત્રીના દેહરૂપી આકૃતિમાં રહેલા સ્કન્દમાં શું રમ્યતા જુએ છે ? ઈત્યાદિ
*
*
*
*
*
*
,
,
,
,
,
,
,
,
,
,
,
:
::
:
:
:::
::::*
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) | 140 મિ.અ.અં.૩, તા-૧)