________________
ઘોડાથી ખેંચાઈ ગયેલો વનમાં પડી ગયો. ભૂખ અને તરસથી પીડાતા તેને કોઈક ભીલે ફલ અને પાણી વિ. આપીને સ્વસ્થ કર્યો. અને પછી તે રાજાને સૈન્ય મલ્યું. તેણે તે ભીલને કૃતજ્ઞાપણાથી નગરમાં લઈ જઈને સ્નાન, શરીરનો શણગાર, મિઠાઈનું ભોજન, વસ્ત્રાદિ પહેરાવ્યા. દિવ્યગીત સંભળાવ્યા. નાટક વિ. ના દર્શન વડે પોતાના સરિખા ભોગ વડે લાંબાકાળ સુધી પંચેન્દ્રિયના વિષયના સુખોને ભોગવતા ઘણા સુખના કારણે ભીલની સ્થિતિ ભૂલી ગયો, અને રાજાએ તેને લાંબાકાળ સુધી તેને દિવ્ય મહેલમાં રાખ્યો.
એકવાર પોતાના કુટુંબને યાદ કરીને (આવતાં) ઘોડા પર બેઠેલો રાજ પરિવાર સાથે દિવ્ય કપડા પહેરેલાં છે જેને તેવો તે વનમાં જઈને સ્વજનોને બોલાવે છે. અને તેઓ તેને નગ૨ના ગુણોને પુછે છે. અને તે જાણતો હોવાછતાં દિવ્ય આહાર કપડાં, આવાસ વિ. સુખની ઉપમાના અભાવે કહેવાને માટે ભીલોની બુધ્ધિમાં ઉતરે તેવીરીતે સમજાવી શકતો નથી. એ પ્રમાણે કેવલી પણ (સિધ્ધિના) મોક્ષના સુખને જાણતા હોવા છતાં પણ છદ્મસ્થોને જેવું છે તેવું કહેવાને માટે શક્તિશાળી બનતા નથી. જેવીરીતે કોઈપુરુષ સર્વગુણયુક્ત ભોજન ખાઈને ભૂખતરસથી રહિત અમાપ (અત્યંત) તૃપ્ત થયેલો જેમ રહે છે. તેમ સર્વરીતે તૃપ્ત થયેલા, સર્વકાલથી તૃપ્ત થયેલા અતુલ નિર્વાણ પદને પામેલા સિધ્ધ ભગવંતો શાશ્વત, અવ્યાબાધ એવા સુખને પામેલા અવર્ણનીય અવચનીય સુખ અનુભવે છે. ||૪||
ઈત્યાદિ નમસ્કાર નિર્યુક્તિ આદિથી જાણી લેવું તેથી મોક્ષ જ પારમાર્થિક (શ્રેષ્ઠ) સુખ છે. પરંતુ સાંસારિક સુખતો પાંચપ્રકારના ઈષ્ટવિષયના ભોગથી ઉત્પન્ન થયેલું ઘાની ચિકિત્સાદિ દુઃખના પ્રતિકાર સમાન સુખ છે. સત્યકી વિદ્યાધર, સુભૂમ, બ્રહ્મદત્ત વિ. ની જેમ નરકાદિ ફલના કારણે પરિણામમાં વિરસ છે. તે સુખ અલ્પકાળનું છે. દુઃખ લાંબા કાળનું, તુચ્છલને આપનાર, વિવિધ પ્રકારે આધિ - વ્યાધિ, પરાભવ, ઈષ્ટનો વિયોગ, અનિષ્ટનો સંયોગ વિ. દુઃખથી વિમિશ્રિત સુખ છે. પણ તત્ત્વથી દુઃખ જ છે. કહ્યું છે કે.... ક્ષણવારનું સુખ, લાંબાકાળ સુધીનું દુઃખ, સતત્ દુ:ખ, ત્રૂટક તૂટક સુખ સંસારથી મુક્તિનું સુખ વિપરિત છે. (ઘણું છે) અને કામભોગ અનર્થની ખાણ છે. જેવી રીતે કિંપાકફળ સુંદર ૨સવાળું, સુંદરવર્ણવાળું હોવા છતાં તે
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 134 મ.અ.અં.૩, ત.-૧