________________
(૯) એ પ્રમાણે પોતાનોજ કપૂરનો ભાર બહુમાન પૂર્વક (આદર સાથે) યત્નસહિત ભક્તિ ભાવથી વહે છે. અને મહાલાભને પામે છે. એ પ્રમાણે પુણ્ય પણ પોતાના ભાવથી જ મહાબહુમાન વિધિપૂર્વક દઢ પ્રયત્ન અને આદર પૂર્વક કરતાં વિઘ્ન વડે સ્કૂલિત થવા છતાં પણ વચ્ચે રસ્તામાં નહિ છોડતો યતિ અનુત્તર વિમાન સુધી અને શ્રાવક બારમા દેવલોક સુધી, અભવ્ય યતિ હોવા છતાં નવ રૈવેયક સુધી સુખસંપદા પૂર્વના ભેદથી અધિક પ્રાપ્ત કરે છે. (મેળવે છે) અને એક, બે, ત્રણ આદિ ભવમાં જ મુક્તિને મેળવે છે. અને એ પ્રમાણે સંસાર પણ અલ્પતર થાય છે. અહીંયાં પણ કલ્યાણનું ભાજન થાય છે.
શ્રી જિનેશ્વરદેવને પહેલી ભિક્ષા આપનાર બહુલાદિ ઉત્તમપુરુષ, શ્રી વીરપ્રભુના દશશ્રાવક, જીર્ણશ્રેષ્ઠિ, પ્રદેશ રાજા, મેઘકુમાર અને અભયકુમાર વિ. ના દૃષ્ટાંતો જાણવા, અહીંયા એ પ્રમાણે નાસ્તિકવાદ યજ્ઞાદિ, મહામિથ્યાત્વ અને મહારંભાદિ પાપને કરતા અને તેમાં મહાપ્રયત્ન, બહુમાન, હઠાગ્રહ અને આદરાદિ કરવા વડે છે નરકાસુધીના દુઃખો પૂર્વના ભેદથી અધિકતર પામે છે.
અને સંસારમાં બહુ રચ્યો પચ્યો પ્રાયઃ મિથ્યાદષ્ટિ થાય છે. અશ્વગ્રીવ, પુરોહિત અને કોણિકરાજા વિ. ના દૃષ્ટાંતો છે. અહીંયા પણ અશ્રેય, દુર્યશ અને વિપદાનું ભાજન થાય છે. એ પ્રમાણે પુણ્ય અને પાપના ત્રીજા ત્રણભેદમાં ત્રીજો અને મૂલથી નવમો ભેદ થયો. llll
(૧૦) હવે નિધિ (સોના-ચાંદી - વિ. કિંમતી ચીજ) ની મજૂરી, ભાડાથી વહન કરવાનું અસંભવ હોવાથી, સંભવ થવા છતાં તૃણ કાષ્ટચંદન ભાર વહનના સરખાપણાથી તે ભેદ ના આવતો હોવાથી પોતાની નિધિના વહનરૂપ એક જ ભેદ ગણાય છે. તેથી કેટલાક ઉદ્યાન વિ. માં પ્રાપ્ત થયેલ પોતાની નિધિને પોતાના ઘરે લઈ જવા માટે મહાઆદર, મહાપ્રયત્ન અને બહુમાનાદિથી વહન કરતાં પ્રાણાને પણ વચમાં મુકતો નથી અને ચોર, પિશન, ઈર્ષાળુ વિ. થી શંકા કરાતાં તેઓની દ્રષ્ટિને નિવારે છે. એ પ્રમાણે કેટલાક પરમનિધિરૂપ યતિધર્મ અથવા શ્રાવક ધર્મ માનનારા લોકોવડે ત્રિકરણની શુધ્ધિ થવાથી તે
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 13 મ.અ.અં.૨, ત-૧૧
===
::::::::::::::::::::::