________________
- સંસ્કારના કારણે બીજાના કષ્ટથી ભવાન્તરમાં જાતિસ્મરણાદિથી બોધિને પ્રાપ્ત કરે છે.
એ પ્રમાણે બીજાની પ્રેરણાથી મિથ્યાત્વ, મહાભાદિ પાપને પણ ઘણું માનથી (આદરથી) કરતાં છઠ્ઠીથી અધિક નરકાદિ પામે છે. બહુસંસાર અને દુર્લભબોધિવાળા બને છે. રાજાના આદેશ વશ મૃગનો વધ કરનારા સોમ, દ્વિતીય (બીજો) ભીમ, ક્ષત્રિય, ચેટક કોણિક રાજાના યુધ્ધમાં મરેલા લાખો સંખ્યામાં નરકમાં ઉત્પન્ન થયેલા ભટાદિ (સૈનિકાદિ)ની જેમ આ પ્રમાણે પુણ્ય અને પાપનો તૃતીય (ત્રીજાનો) ત્રણભેદમાં પ્રથમભેદ કહ્યો અને મૂલથી સાતમો ભેદ II૭ી.
(૮) વળી કેટલાક ભાડા થકી (ભાડું લઈને) કપૂરથી ભરેલા કરંડિયાના ભારને વહે છે. અને તે પરિમલ (સુગંધ) આદિથી અને ભાડાની આશાથી ખુશ થતો વસ્તુને અત્યંત આદર કરતો તે બહુમાનથી અને પ્રયત્ન વડે વહે છે. વિશેષ વિજ્ઞાદિ વિના વચમાં છોડતો નથી. એ પ્રમાણે કેટલાક પરલોકમાં પણ હિતને જાણતા બહુમાન પૂર્વક આલોકને માટે સાધુના અને શ્રાવકના ધર્મને વિધિપૂર્વક અને અત્યંત આદર (બહુમાન) પૂર્વક કરતા આલોકના ઈષ્ટ અર્થને અને પરલોકને વિષે પણ અત્યંત બહુમાન શ્રધ્ધાની દ્રઢતાથી વૈમાનિક દેવના સુખ વિ. પ્રાપ્ત કરે છે. વળી બોધિને અને ક્રમથી મુક્તિને પણ પામે છે. યતિધર્મ ઘમિત્તાવય શ્રાધ્ધ (શ્રાવક) ધર્મમાં પુત્રને માટે અજિત જિનની અજિતબલા દેવીની પૂજા કરનાર અજિતસેન વ્યવહારીનો પુત્ર, ધર્મદત્તના પિતાના વિપ્નના વિનાશને માટે સાત દિવસના પૌષધ કરનાર શ્રી વિજયરાજા અને સુસાશ્રાવિકાદિ દષટાંતો છે. એ રીતે મિથ્યાત્વ મહાભાદિ પણ અત્યંત બહુમાન પૂર્વક આલોકના ફલ વિ. ને માટે કરતા અહીંયા પણ પ્રાયઃ અનર્થોને અને પરલોકમાં સાતમાં ભેદથી અધિક નરકાદિ દુઃખોને પામે છે. બહુતર સંસાર અને દુર્લભબોધિ પ્રાયઃ કરીને થાય છે. શાંતિ આદિને માટે અપરાધ વિનાના પશુના વધન કરનાર અનેક રાજા, લોટના કુકડાને હણનાર યશોધર – માતૃસાગર રાજા વિ. ની જેમ એ પ્રમાણે પુણ્ય અને પાપનો ત્રીજાના ત્રણભેદમાં આ બીજો ભેદ અને મૂલથી આઠમો ભેદ થયો. IIટા.
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 130 મિ.અ.અં.૨, તા.-૧૧