________________
પણ દૃષ્ટાંતો જાતેજ વિચારવા એ પ્રમાણએ પુણ્ય - પાપના બીજાના - ત્રીજા ભેદને વિષે પહેલો ભેદ થયો. અને મૂલથી ચોથો થયો. જા
(૫) કેટલાક ચંદનના ભારને ભાડાવડે જ વહન કરે છે. અને વસ્તુને પણ પરિમલ (સુગંધ) આદિ ગુણથી આદર આપે છે. ભાડું મલવાથી વહનપણ કરે છે.
બીજીરીતે (કંઈપણ) ભાડું ન આવવા છતાં પણ કહેલા સ્થાને પહોંચાડે છે અને પહેલું ગ્રહણ ન કરવાદિ પૂર્વની જેમ જાણવું......
એ પ્રમાણે કેટલાક જૈનધર્મને આલોક અને પરલોકમાં પ્રત્યક્ષ જોવા વડે સુખના ફલને જાણતો અને અનુમાન કરીને તે બહુમાન પૂર્વક તેનું વહન કરતાં આલોકના રાજ્ય વિ. ના સુખના વિદ્ધને દૂર કરવાને માટે પ્રભાવવાળા સ્થાનભૂત જિનપૂજા, ગુરૂવંદન, તપાનુષ્ઠાન વિ. કરે છે. પડી ગયેલાના ગ્રહણની જેમ ઘણો આદર ન હોવાથી વિધિ વિ. ને સત્ય કરતો નથી. (બરાબર કરતો નથી, અને તે અહીંયા પણ ગામની સીમાના માટે વિવાદને કરતો રાજાની આગળ જતાં બે સેવકમાં પ્રથમસેવકની જેમ જય વિ. પામે છે. સ્વર્ણગિરિ પર શ્રી પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિકારક કવિ વિહલાદિની જેમ અને કુષ્ટરોગ દૂર કરવા રૂપ વિઘ્ન હરનાર વિ. અને તેથી પ્રાપ્ત થયેલ બોધિવાલા પ્રૌઢ મનુષ્ય દેવત્વાદિની સંપદા પણ ભવન્તરે પ્રાપ્ત થાય છે. બીજાપણ આરોગ્ય, બ્રાહ્મણ, વંકચૂલ, હરિબલ માછીમાર વિ. ના દ્રષ્ટાંતો છે. એ પ્રમાણે કેટલાક મિથ્યાત્વાદિ પાપ, શ્રાધ્ધ, હોમ, લૌકિક પ્રભાવવાળા તીર્થમાં સ્નાન માટે જવું, ગાયનું દાન, શાન્તિ અર્થે, યજ્ઞ, પશુવધ વિ. કરે છે. અથવા પાપના ડર વગર મહારંભાદિ કરે છે. અને તે કર્માનુસારે તિર્યંચ નરકાદિગતિ પામે છે. મિથ્યાત્વ, મહાઆરંભ, બહુમાન વિ. થી સંસારમાં ખૂબ ભમે છે. અને દુર્લભબોધિ થાય છે. અને આ લોકમાં દેખાતું ધન (અર્થ) કેટલાક પામે છે. અને કેટલાક નથી પામતા કેટલાકતો ઉલટું અનર્થને જ પામે છે. ચારૂદત્તે સંભળાવેલ નવકારમંત્રવાળો તેનો ભાઈ, હણાયેલો બોકડાનો જીવ યજ્ઞને કરનાર બ્રાહ્મણ, મહેશ્વરદત્તે હણેલો પિતાનો જીવ પાડો. વિ. ઘણા દ્રષ્ટાંતો છે. હાલમાં પણ ઘણા રાજા, યોગી વિ. સાક્ષાત્ | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (128) સ.અ.અં.૨, તા.-૧૧
...........
. . .
.
. .
.
. .
.
.
. ::
:
: :::::::::::::::::::::::::::::::