________________
પામતો નથી. કદાચ જો પામે તો પાપથી ઉત્પન્ન થયેલ પીડા અને યાતના આલોકમાં અને પરલોકમાં નક્કી પામે છે. એ પ્રમાણે કોઈ ભવ્ય શ્રાવકાદિ મિથ્યાત્વ અથવા આરંભાદિ પાપને તૃણકાષ્ટના ભારની જેમ નિઃસારજ માનતા સર્વરીતે નહિ કરવાની ઈચ્છાવાળા હોવા છતાં પણ આજીવિકાદિના કા૨ણે – નિર્વાહાદિના કારણે કરે છે. તે પણ ઉત્તમભાવથી શુધ્ધ જ છે. અને સ્વર્ગાદિ સુખને પામે છે. મિથ્યાત્વને વિષે પાકૃત શ્રી યુગાદિજિન ચારિત્રમાં કહ્યું છે. દુ:ખિત નિર્વાહને માટે મહાદેવના પૂજક શ્રાવકાદિની જેમ, આરંભને વિષે ખેતીકર્મનો આરંભ કરનાર ભવ્યકુંટુબાદિની જેમ IIઈતિII પાપ-પુણ્યનો બીજો ભેદ થયો. II૨॥
(૩) હવે કેટલાક તૃણ, કાષ્ટભાર પોતાનો વહન કરે છે. અને તે તેને પ્રેમપૂર્વક અને પ્રયત્નપૂર્વક વહે છે - લઈ જાય છે. પડેલા તૃણાદિને ગ્રહણ કરે છે. પાડતો નથી. ( ન પડી જાય તેનું ધ્યાન રાખે છે.) એ પ્રમાણે ગાયોને હું ચરાવીશ, ખવડાવીશ તેથી દૂધ મલશે તેના પીવાથી પુષ્ટિ આદિ થશે. ઈત્યાદિ ફલને કા૨ણે રસ્તામાં છોડતો નથી. વિશેષ પ્રકારના વિઘ્નાદિ કારણો આવ્યા વિના પોતાના સ્થાનમાં તે પહોંચાડે છે. એ પ્રમાણે કેટલાક ભદ્ર પ્રકૃતિવાળા વિશેષ પ્રકારે ગુરૂનો ઉપદેશ નહિ પરિણમેલા લોકપૂજ્યતા, નગરના લોકોનો બહુ આદર વિ. જોઈને જૈનધર્મ ઉપર ઉત્પન્ન થયેલી શ્રધ્ધાવાળા, સ્વર્ગ કે મોક્ષના ફલને નહિ જાણતા આલોક કે પરલોકમાં રાજ્યાદિ ફલની ઈચ્છા કરતાં જિન પૂજા દાન - તપ નિયમાદિ જોવાથી જાણેલી માત્ર વિધિથી કરે છે. વિશેષ પ્રકા૨ના વિઘ્નાદિ ન આવે ત્યાં સુધી તે છોડતા નથી. અને તે ધર્મ વડે તે પરલોકમાં રાજ્યાદિ પ્રાપ્ત કરે છે. ભાગ્યાદિ સામગ્રી વિશેષથી બોધિબીજ, વિશેષ પ્રકારના ધર્માનુષ્ઠાનાદિ પણ પ્રાપ્ત કરે છે. મેળવે છે. તેથી અધિક પણ ફલને મેળવે છે અને અહીંયા કોઈની પ્રેરણાથી દાનદાતા તે ભવમાં પ્રાપ્ત થયેલ સુવર્ણ, પુષ્પવૃષ્ટિ, સુંદર વણિક્ નવપુષ્પી જિનપૂજા કારક, અશોક માલિક, આભિર (રબારી) વિ. ના દ્રષ્ટાંતો છે.
એ પ્રમાણે કેટલાક પરિણિત નહિ થયેલા મિથ્યાદ્દષ્ટિ, કુશાસ્ત્રાદિ વિશેષવાળા માત્ર કુલાચારાદિની બુધ્ધિથી, અથવા ગુર્વાદિકના સંસર્ગથી
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 126 મ.અ.અં.૨, ત.-૧૧