________________
કપિલા વિ. ના દૃષ્ટાંતો છે. વધુ નજીકમાં સિધ્ધ થનારા તો મિથ્યાત્વ અથવા આરંભાદિ પાપ કોઈપણ રીતેથી બલાત્કારે પણ કોઈથી કરાવાતા કરે છે. તો પણ શુધ્ધ થાય છે. અને સિધ્ધપણ થાય છે. દ્રષ્ટાંતો તો મિથ્યાત્વમાં કાર્તિક શેઠ વિ., આરંભાદિ પાપમાં ચેટકરાજા, કોણિક૨ાજાના યુધ્ધમાં સારથિ થયેલા વરૂણ વિ. એ પ્રમાણે મિથ્યાત્વ, આરંભાદિ પાપ - પુણ્યનો તૃણ કાષ્ટાદિ દ્રષ્ટાંતથી પ્રથમ ભેદ થયો. II||
(૨) કેટલાક તેજ તૃણ (કાષ્ટ)ના ભારને ભાડું લઈને ખેંચે છે. અને તે ઈચ્છાપૂર્વક સહર્ષ ખેંચે છે. પારને પામે છે. અને તેમાં આનંદ માનતો નથી કે તેને બહુ સારું માનતો નથી. માત્ર ભાડાનેજ સારું માને છે. એ પ્રમાણે કેટલાક બહુ સંસારી અથવા અભવ્યો માત્ર આલોકને વિષેજ ધનને ઈચ્છતા તૃણ (કાષ્ટ) ભા૨ની જેમ જૈનધર્મને નિઃસાર માનતા ધર્મ કરે છે. તે આ પ્રમાણે..... આરોગ્યને માટે ચમત્કારીક અધિષ્ઠાયક દેવતાની પૂજા વિ. કરે છે. જીરાઉલા આદિના પૂજક, બ્રાહ્મણ, મ્લેચ્છાદિની જેમ, અશ્વને માટે નેમિનાથને વંદન કરનાર પાલકની જેમ જિનેશ્વર ને અને ગુરુને વંદનાદિ પણ કરે છે. જિનદાસ શ્રેષ્ઠિના ઘોડાનો ચોરનાર બ્રહ્મચારી, અભયકુમારને પકડનાર બે ગણિકાની જેમ અને કુલવાલકને સંયમથી ચલિત કરનાર ગણિકાની જેમ સમ્યક્ શ્રાવક ધર્મને પણ બીજાને વિશ્વાસ (છેતરવા) માટે શીખે છે. અને આચરે છે. કન્યાં પરણવા માટે ચારિત્રને પાળે છે. બુધ્ધદાસ આદિ અનેક જનોએ પણ આ પ્રમાણે કરેલ છે. સ્વામિને ખુશ કરવા માટે વિરાદિની જેમ ગુરૂવંદન વિ. કરે છે. ઉદાયિરાજાને મારનાર, અને અંગારમર્દકાદિની જેમ બીજાને વિશ્વાસાદિ પમાડવા માટે ચારિત્ર પણ પાળે છે. વર્તમાન કાલે પણ ઘણા દેખાય છે, ચોરી કરનારા, બીજાનો વિશ્વાસઘાત કરનારા... વિશ્વાસને માટે જિનપૂજા, ગુરૂનો વિનય, ક્રિયાનુષ્ઠાનાદિ માયાવડે કરતા અને તેઓને ભાડાના ધનની જેમ માત્ર આલોકને માટે સિધ્ધ થાય છે. અથવા તે પણ થતું નથી. વળી પરલોકમાં કંઈપણ શુભ થતું નથી. ઠગવાદિના પાપને કરનારા જનોની નરકાદિ ગતિ નિશ્ચિત હોય છે. કારણ કે અધમ આત્મા તે ધન ભોગાદિને ઈચ્છતો ધનભોગ માટે પ્રયત્ન કરે છે. પણ તે મૂરખ ધન વિ.
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 125 મ.અ.અં.૨, ત.-૧૧