________________
મધ્યાધિકારે ૨-અંશે તરંગ ૧૧
જયરૂપ લક્ષ્મી અને વાંછિત સુખ માટે અને અનિષ્ટ હરનાર આલોક અને પરલોકમાં હીત કરનાર ત્રિવર્ગ (ધર્મ, અર્થ, કામ) માં સારભૂત એવા જિનેશ્વરના ધર્મમાં ઉદ્યમવાળા બનો.
તે વળી ભાવાનુસાર ઉપાર્જેલ ઈષ્ટ ફલને આપે છે તેવી રીતે જીવને દશ પ્રકારે પાપ પણ અનિષ્ટ ફલને આપે છે.
તે આ પ્રમાણે (૧) વેઠ (૨) ભાડે (૩) પોતાનું ઘાસ (૪,૫,૬) ચંદન (૭,૮,૯) ઘણસાર (૧૦) નિધિ, વહન કરવા બરાબર આ દશ પ્રકારે ધર્મ મિથ્યાત્વ અને પાપના જેવા ભાવો તેવા જીવોના ભવિષ્યમાં શિવને માટે જાણવા.
વ્યાખ્યાઃ - વેઠ થકી અને ભાડાથકી પોતાના તૃણ, ચંદન, ઘનસાર અને નિધિ (સોનું, ચાંદી) વહન કરવા બરાબર વહન કરવાના ભાવ જેવા દશ પ્રકારે ધર્મના, મિથ્યાત્વના, આરંભાદિના અને પાપના ભાવો, જીવોના અભિપ્રાયો, ભવિષ્યમાં શિવથી દૂરતમાદિ ભેદ વડે કરીને ભાવિમાં શિવને આશ્રયીને થાય છે. ઈતિ અક્ષરાર્થ.
હવે તેની વિચારણા :- કોઈક દરિદ્ર માણસની પાસે કોઈ રાજપુરુષો ઘાસનો ભારો અથવા બીજી રીતે, તેવા પ્રકારનો કાષ્ટભારો, વેઠપૂર્વક વહન કરાવે છે. અને તે સર્વરીતે ઈચ્છા વિનાજ લજ્જા પામતો વહે છે. જ્યારે ત્યારે ગમેતેમ ઉપાયે કરીને જો કદાચ પડી જાય તો તેને ત્યજીને આગળ ચાલે છે. અને નાશે છે. અને માર્ગમાં તૃણ વિ. પડેલું ગ્રહણ કરતો નથી. પરંતુ ઉલટું ખુશ થાય છે. એ પ્રમાણે કોઈક ભારી કર્મી અથવા અભવ્ય કોઈક હિતાર્થીથી બલાત્કારે પણ જિનપૂજાદિ પુણ્યને કરાવાતાં જો કદાચ કરે તો, તો પણ સર્વથા ઈચ્છા વગરજ કરે છે. છુટવાના ઉપાયને શોધે છે. અને વિધિપૂર્વક પણ કરતો નથી. વચ્ચે વચ્ચે પણ કર્યું ન કર્યું કરીને છોડી દે છે. અને નરક વિ. નો ગામી થાય છે. અહીંયા શ્રેણિકરાજાની દાસી
ssssssss
ssssssssss.
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
અ.સં.૨, તા-૧૧
Nover