________________
અપવિત્ર કાર્યોને પણ કરે છે. અને તેઓની કાલકાચાર્ય ગુરુના શત્રુ દત્તરાજા વિ. ની જેમ પ્રાયઃ કરીને દુર્ગતિ જ થાય છે. અને કેટલાક વ્યંતરાદિ વિ. માં પણ જાય છે. llરા
(૩) વળી જેવીરીતે બળદ અને ઉપલક્ષણથી (બીજીરીતે) ગાય વિ. પ્રાપ્ત થયેલા શુધ્ધ અને મીઠા જલમાં રમે છે. એથી વધારે કંઈક જાણતા નથી. તેથી જ શુધ્ધ જળની અપ્રાપ્તિથી અને કલુષિત પાણીમાં પણ રમે છે. તેવી રીતે કેટલાક સરળસ્વભાવવાળા, કદાગ્રહવિનાના મિથ્યાષ્ટિ અથવા મિશ્રગુણવાળા, તેવા પ્રકારની સામગ્રીને વિશેષ પ્રકારે પ્રાપ્ત કરીને (થવાથી) શુધ્ધ એવા જિનધર્મમાં મિથ્યાત્વ, તપોવ્રત, નિર્વિશેષ (વિવેકવગરના) દયાદાનાદિ વિશે સામાન્યથી બધા ધર્મમાં રમે છે. અથવા જિનધર્મમાં આલોક અને પરલોકના સુખને માટે ચમત્કારી, પ્રભાવશાળી જિનતિર્થાદિયાત્રા, પાર્થસ્થાદિ લોકોત્તર કુગુરુની સેવા ઉપદેશનો આદર વિ. ચમત્કારી સ્તોત્રાદિનો પાઠ – સ્મૃતિ વિશેષ પ્રકારના વિધિ રહિત જિનસ્નાત્રપૂજા, આવશ્યક ક્રિયામાં પ્રયત્ન કરે છે. અથવા પાર્થસ્થાદિઓ પણ આલોકના નિર્વાહની ઈચ્છાવાળા (થી) પરલોકના સુખના અર્થીઓ હોવા છતાં પણ પ્રમાદાદિને વશ થયેલા મુનિવેષને ધારણ કરનારા, કેટલીક આવશ્યકાદિ ક્રિયામાં રત અને શુધ્ધ ઉપદેશાદિમાં રત બનેલા તેઓ દેવત્વાદિ મેળવે છે. અને પરલોકમાં ધર્મને મેળવે છે. ઈતિ all
(૪) હવે જેવી રીતે બગલા ઉપલક્ષણથી બીજા પણ ઢીંક, ચક્રવાક, સારસ વિ. પોતાના ભક્ષ (આહાર) માટે મત્સ્ય વિ. જે સ્થાને (જ્યાં) સારા કે ગંદા જલ જે મળે તેને સેવે છે – ખાય છે. એ પ્રમાણે કેટલાક ઋષભદાસ શ્રેષ્ઠિ, ઘોડાનું હરણ કરનારા બ્રહ્મચારી અથવા તપસ્વીની જેમ, ઉદાયિરાજાને મારનારની જેમ, અભય કુમારને પકડવા માટે કપટ કરનારી શ્રાવિકાની જેમ, જ્યાં શુધ્ધ કે અશુધ્ધ, ગૃહસ્થ સંબંધિ અથવા સાધુસંબંધિ ધર્મમાં કપટ પૂર્વક ધર્મનો આદર કરતાં બીજાના દ્રવ્યને લઈ લેવા વિ. માં પોતાના કાર્યની સિધ્ધિ જુએ છે. અને તેનો આશ્રય લે છે. અને મહાપાપી એવા તેઓ આલોક અને પરલોકમાં દુર્યશ, જનનિંદા, રાજદંડ વિ. દુઃખોને અને નરકાદિ દુઃખોને પામે છે. અને દુર્લભ બોધિના કારણે અનંત સંસારમાં ભમે છે.
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
અ.સં.૨, ત-૧૦ની
જ:
જકાર