________________
શકટાલ મંત્રીના વૈરિ વરરુચિ બ્રાહ્મણ વિ. ની જેમ મારે છે - ડરાવે છે. અને લાંચ આદિ વડે ધનને ભેગું કરે છે. પરદ્રોહ કુબુધ્ધિ (ખોટી શિખામણ) આપવા આદિ વડે કરીને બીજા પણ દૂર કર્મો કરે છે અને પાપવ્યાપારને ત્રણે (મન - વચન - કાયાના) યોગમાં પ્રવર્તાવે છે. અને આ પોતાના હિત (કલ્યાણ) ને માટે તપ, સમ્યકત્વ, નિયમ, સંયમ વિ. માં અથવા દેશવિરતિ આદિનો સ્વીકાર અને પાલણ વિ. ને વિષે અસત્ શરીરનું, શક્તિહીન પત્નીનું અને કુવંશનું સ્નેહથી આલંબન કરીને કરોળીયાની જાળ જેવા અસાર, એવા દુગચ્છાવાળા (નીંદનીય) એવા વિષયોમાં સારી રીતે બંધાયેલો, સર્વરીતે સંયમમાં વીર્ય ફોરવવામાં શક્તિ હીન પ્રયત્ન કરતા નથી વિષયોથી બંધાયેલા તેનાથી પોતાની જાતને છોડાવવા માટે સમર્થ બનતા નથી. એવી જ રીતે મરીને દુર્ગતિમાં પડેલા વિવિધ પ્રકારના સંસારના દુઃખોને સહન કરે છે. (માતંગી) ચંડાલણી નામની વિદ્યાસાધક વિદ્યાધરના નાના ભાઈની જેમ દૃઢ દેવીમાં રક્ત માલવદેશના રાજા પૃથ્વીચંદ્રની જેમ, અહીંયા પણ આદિ શબ્દથી પતંગીયા વિ. ના પણ દૃષ્ટાંતો લેવા – યોજવા રા.
(૩) મછિયારૂત્તિ :- માખીઓ સામાન્ય રીતે બગાઈ એ પ્રમાણે પ્રસિધ્ધ છે. અથવા મધમાખી તેઓ મનુષ્ય, પશુ વિ. ને ડંસી ડંસીને ઉદ્વેગ પમાડે છે. આહાર સુખ આદિની ઈચ્છાવાળી શ્લેષ્માદિ જેવા અશુચિ પદાર્થોમાં આનંદ માને છે. અને તેમાં પડેલી પોતાની જાતને મુક્ત કરવામાં અસમર્થ તાકાતહીન તેમાંજ તરફડીને દુઃખે કરીને મરે છે. મધમાખીઓ પણ પોતાની લાળ રૂપ મધમાં લાગેલી (ચીટકેલી) ભિલ્લો વડે અગ્નિની જ્વાળા વિ. થી દુઃખે કરીને મરે છે. તેવી રીતે કેટલાક જીવો ઈર્ષા, ચાડીચુગલીવડે બીજાઓને ઉદ્વેગ-ખેદ કરાવે છે. ધર્મમાં વિર્ય ફોરવવામાં અસમર્થ ધર્મરૂપ શુભકર્મમાં (કાર્યમાં) ઉત્સાહિત થતા નથી જો કદાચ કોઈક તેમાં પ્રયત્ન કરે તો પણ અશુચિ જેવા કુગુરૂમાંજ અને વિષયમાં જોડાય છે. અને તેમાં લાગેલા (પહેલા) ઘણા ઉપદેશ વિ. વડે પણ પોતાને મથ્યાત્વાદિથી છોડાવવા માટે અસમર્થ એવા તેઓ તેવી જ રીતે મરીને દુર્ગતિના દુઃખના પાત્ર બને છે. મિથ્યાત્વ અવિરત (આસક્ત) યજ્ઞ કરનારા કાલિકાચાર્યથી બોધ નહિ પામેલા
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)](48) મ.અ.અંશ-૧,તરંગ
***********
*******:::::::::::::::::::::* * * *************************