________________
તે આ રીતે - આ ભાંગાને વિષે પ્રથમ અને છેલ્લા બે ભાંગા પહેલા વિચાર્યા છે. તે રીતે બાકી રહેલા ભાંગાની પણ વિચારણા કરવી. માત્ર
: શુલ્યા: એ પ્રમાણે અહીંયા સર્વથા ઘી, ગુડ વિનાના લાડુ બનતા નથી તેથી ઘી ગોળનું અલ્પતરપણું જાણવું ઉદર વગરની કન્યા વિ. ની જેમ.
ઘી અને ખાંડ વગર તલનું તેલ, સરસવનું તેલ વિ. ની અશુભ ચીકાશ, ખરાબ ગોળની મીઠાશ જે રીતે યોગ્ય હોય તે રીતે વિચારવું. બાકીનું સ્પષ્ટ છે.
એ પ્રમાણે દૃષ્ટાંતની ઘટનામાં પણ અતિ અલ્પ ધન અને અતિ અલ્પ ધર્મ કદાચ હોય તો પણ તેમાં નિર્ધનપણું તથા નિધર્મ પણું કહેવાય છે. તે યોગ્ય જ છે.
તથા જેમ ઘી અને ગુડ વિનાના મોદક (લાડવા) માં દ્રાક્ષ, ખારેક, ચારોળી વિ. નો સંભવ છે જ નહિ. તેવી રીતે ધન અને ધર્મ રહિત મનુષ્યમાં ‘વિવેકનું આવવું પણ અસંભવ છે. ઈતિ.
તથા તેલ, ઘી ગુડ વિ. ગળપણથી ભરેલા પણ લાડુમાં દ્રાક્ષ વિ. નું હોવું અસંભવ છે.
એ પ્રમાણે તેલ વિ. ની ઉપમા જેવું ધન અને ગુડાદિના ગળપણની ઉપમા જેવા ધર્મવાળામાં પણ વિવેકનો સંભવ જ નથી. વળી તેલ વિ. ની ચીકાશવાળા લાડવામાં કેવી રીતે ગોળ ખાંડ વિ. (નથી એમ કહેવા છતાં પણ) ના ત્યાગથી કંઈક ગુડ વિ. સંભવે છે. તેવી રીતે તેલાદિ સ્નેહની ઉપમા સમાન ધનથી ભરેલાઓમાં પ્રાયઃ કરીને ધર્મ પણ ગુડાદિની જેમ સંભવે છે.
હવે અહીંયા પણ દૃષ્ટાંત અને દાન્તિકની યોજના કરવી તે આ પ્રમાણે - જેવીરીતે તેલાદિની ચીકાશથી બનાવેલા લાડવા લોકોમાં નિંદવાને યોગ્ય બને છે.
એ પ્રમાણેદલ (લોટ) વિ. ની શુધ્ધિ રૂપે ઉત્તમ દલમાં તેલ વિ. ના યોગથી તો વિશેષ રૂપે નિંદ્યપણું પામે છે. અને પ્રાયઃ કરીને તે લાડવા | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (65).અ.અંશ-૧,તરંગ-૯