________________
વિગેરેથી મલિન કરતો નથી. અથવા દુઃખી કરતો નથી. પ્રમાદરૂપ અતિચારથી રહિત એવા યતિઓ નજીકમાં મુક્તિને મેળવનારા જ હોય છે. ઈત્યાદિ વિસ્તારથી પૂર્વની જેમ જાણવું. ॥૪॥
શ્લોકાર્થ :- હે ભવ્યો ! એ પ્રમાણે ઉત્તરોત્તર શ્રેષ્ઠ દૃષ્ટાંત સરિખા જિનધર્મરૂપ મહાસરોવરમાં હંમેશને માટે સ્થિર થાઓ. જેથી કરીને સંસારના સુખો પામીને જયરૂપ લક્ષ્મી વડે આઠ કર્મરૂપ શત્રુઓ ૫૨ જયરૂપ લક્ષ્મી મેળવી અક્ષયસુખરૂપ લક્ષ્મી સાથે વિલાસને કરો. (૨મો).
ઈતિ તપા. શ્રી મુનિસુંદરસૂરિ વિરચિત મધ્યાધિકારે બીજે અંશે II તરંગ ૭મો પૂર્ણ... ॥
મધ્યાધિકારે ૨ અંશે (તરંગ-૮)
શ્લોકાર્થ :- જયરૂપ લક્ષ્મીના સુખને ઈચ્છતા જીવો ઘણાપ્રકા૨ના ધર્મને ક૨ે છે. તે વળી ભાવને આશ્રયીને ઘણા પ્રકારના દેખાય છે. IIII
જેવીરીતે (૧) જવનો સાંઠો, (૨) ઈક્ષુનો દંડ (૩) ૨સ (૪) ગોળ (૫) ખાંડ (૬) સાકર જેવી રીતે ઉત્તરોત્તર ચઢતા ક્રમે ગળપણવાળા છે. તેવી રીતે જીવોની મતિ ધર્મ પરિણામવાળી છે. ૨
(૧-૨) દંડ શબ્દને બંન્ને સ્થાને જોડવાથી જવનો સાંઠો અને શેરડીનો સાંઠો થાય છે.
(૩) રસ :- ઈશુ સંબંધી (શેરડીનો રસ) ગોળ અને ખાંડ તો પ્રસિધ્ધ છે. અને સાકર જાતિ થકી ચીની એ પ્રમાણે પ્રસિધ્ધ છે. આ જેવીરીતે ઉત્તરોત્તર ગળપણવાળા છે. તેવીરીતે જીવોના ધર્મ પરિણામ પણ ઉત્તરોત્તર મધુર છે એ પ્રમાણે કહેવાનો ભાવ છે. હવે તેની વિચારણા કરાય છે.
જેવી રીતે જવ (જુવા૨) ના સાંઠામાં અલ્પતમ રસ છે. માત્ર શરૂઆતમાંજ ખાનારને કંઈક સ્વાદ મલે છે. પરંતુ તે પછી કચરોજ રહે છે. એ પ્રમાણે કેટલાક જીવોને જિનધર્મ શરૂઆતમાં શ્રવણ અને સ્વીકારવા આદિ સમયે કંઈક સ્વાદ મલે છે. પરંતુ પછી તે કુચ્ચા રૂપે જ દેખાય (લાગે) છે તેમાં.... ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (110) મ.અ.અં.૨,તરંગ-૮