________________
ફલદાયક બને છે. સ્ત્રી રત્નાદિની જેમ એ પ્રમાણે બાકીના બધા પદોના દ્રષ્ટાંત જાતેજ જાણી લેવા. જો કે આસન્ન સિધ્ધિકોના પણ કેટલાક સાકરની ઉપમા સમાન, મીઠાશવાળા દેખાતા વિષયરસો જણાય છે. સંભળાય છે. મેતારજ મુનિ, બ્રહ્મદત્ત ચક્રવર્તી વિ. ની જેમ પરતું તે દૃષ્ટાંતો ધર્મ વિરાધનાદિથી ઉત્પન્ન થયેલા હોવાથી અહીંયાં તે વ્યભિચારનું કારણ નથી જીવો મિથ્યાત્વપાપરસવાળા' એ પ્રમાણે પાઠ ગ્રહણ કરતાં આ પ્રમાણે યવ (જુવાર) નાલ દંડાદિ પ્રકારે કરીને પૂર્વની જેમ છ પ્રકારના જીવોની ઉત્તરોત્તર મીઠાશ દેખાય છે. મિથ્યાત્વ અને પાપ એટલે પંચેન્દ્રિય વધાદિ તે વિષયમાં રસવાળા થાય છે. તેમાં સાકરની ઉપમાવાળા મિથ્યાત્વનો રસ, નરકાદિ દુર્ગતિ, દુઃખફલ... તુરુમિણી, દત્તરાજા, પિપ્પલાદિની જેમ અને પાપરસ કાલસૌકરિક, તંદુલ મત્સ્યાદિની જેમ. એ પ્રમાણે બાકીના પદોમાં પણ દ્રષ્ટાંતની ભાવના કરવી. Iઈતિા.
વળી જે કોઈ નજીકના સિધ્ધિકોની પણ સાકર આદિની ઉપમાસમાં મિથ્યાત્વરસ અને પાપરસ સંભળાય છે. પ્રદેશ રાજા વિ. ના કેસરી ચોર અને ચિલાતીપુત્રાદિ ની જેમ તે પણ પૂર્વભવમાં ધર્મની વિરાધનાદિથી ઉત્પન્ન થયેલ હોવાથી વ્યભિચારનું કારણ બનતું નથી. ઈતિ.
શ્લોકાર્થ:- હે અમૃતના આશ્રયરૂપ સુખને ઈચ્છતા હોતો યવ (જુવાર) નાલ દંડાદિ દ્રષ્ટાંતો જાણીને ધર્મમાં શ્રેષ્ઠ એવા રસને ધરો. IIઈતિા.
| મધ્યાધિકારે ૨ અંશે ૮ મો તરંગ પૂર્ણ. //
'
**
.
.
.
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
મ.અ.અં.૨,તરંગ-૮