________________
સુરરાજાની કથા છે
પહેલાં સુરરાજા, ભાઈમુનિને વનમાં પધારેલા જાણીને (સાંભળીને) વંદનાર્થે ગયા. તેને વંદન કરીને પાછા આવતાં રાણીએ સવારે દેવરમુનિને વંદન કરીને જ પછી ખાઈશ એ પ્રમાણે અભિગ્રહ કર્યો. ત્યાં તો રાત્રિના સમયમાં નદીમાં આવેલું પૂર સાંભળી ને ચિંતામાં પડેલી રાણીને કહ્યું, ‘ચિતા કર નહીં નદીએ જઈને કહે કે હે નદી ! દેવરે દિક્ષા લીધી ત્યારથી જો મારા ભરથારે અખંડ બ્રહ્મચર્ય પાળ્યું હોય તો દેવરને વંદનાર્થે જતી એવી મને માર્ગને આપ એ પ્રમાણે બોલજે. તે સાંભળીને આશ્ચર્ય પામેલી રાણીએ વિચાર્યું દેવરે દિક્ષા લીધી ત્યારથી આ રાજાની પુત્ર સંતતિ મારાથી થઈ છે. તેથી આવું અસંબંધ રાજા કેમ બોલે છે ?
અથવા હવે વિકલ્પ કરવાથી શું ? થોડા સમયમાંજ વાત જાણવામાં આવશે. અથવા વાતની સિધ્ધિ – વિશ્વાસ થશે. અને વળી પતિવ્રતા સ્ત્રીઓએ સ્વામિના વચનમાં વિકલ્પો કરવા ન જોઈએ. નોકર - શેઠના શિષ્ય-ગુરૂના, પુત્ર - પિતાના આદેશમાં સંશય કરતાં આત્માના વ્રતનું ખંડન કરે છે.
ત્યારબાદ સપરિવાર નદીએ જઈને પતિએ કહેલું બોલી. તેથી નદી એ પોતાના પુરમાં બે ભાગ કરતાં તે જમીન માર્ગે જઈને મુનિને વંદન કર્યું. મુનિએ નદી ઉતરી આવ્યાની વિધિ પૂછતાં તેણે તે વૃતાંતને કહીને પૂછ્યું કે હે ભગવન્! રાજાનું બ્રહ્મચારીપણું કેવી રીતે ? મુનિએ કહ્યું “સાંભળ મેં દિક્ષા લીધી ત્યારથી આ રાજા અત્યંત વિરક્ત બનેલો અને દિક્ષાની ઈચ્છાવાળો
છે. પરંતુ તેવા પ્રકારનો કોઈ રાજ્યભારને સંભાળનાર ન હોવાથી મન વિના જ રાજ્ય કરે છે. કહ્યું છે કે “પર પુરુષમાં રતનારી ભરથારને અનુસરે છે. તેવી રીતે તત્ત્વમાં રત યોગી સંસારને અનુસરે છે. તે પ્રમાણે ગૃહવાસમાં રહેવા છતાં પણ કાદવમાં રહેલા કમળની જેમ રહે છે. નિર્લેપ મનવાળા રાજામાં બ્રહ્મચારી પણું ઘટે છે. //રા પછી સાથે લાવેલા લાડુ વિગેરે મુનિ ને આપીને પૂર્ણ થયેલ પ્રતિજ્ઞાવાળી તેણીએ ત્યાં ખાધા પછી
ક
, , . . . . .
. . . . ,, , , , , , , , , , , ,
,
|| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (11) મ.અ..૨,તરંગ