________________
હોવાથી પ્રયોગ સમયે યાદ નહિ રહેવાથી અને પૂર્વના કંઈક વિશેષપણાથી ક્રિયાનુંષ્ઠાન સારી રીતે કરવા છતાં પણ તે સિધ્ધિનું કારણ થતી નથી.
(૩) ત્રીજી લાકડાના અગ્નિસમાન રુચિ :- થોડીક સ્થિતિની શક્તિના સદ્ભાવથી (હોવાથી) પ્રાયઃ સારી યાદરૂપ બીજના સંસ્કારની સ્થાપનાથી કંઈક કંઈક અનુષ્ઠાનની સિધ્ધિ કરનારનારી હોય છે. અને તે બીજીથી થોડાજ ભવોમાં મુક્તિ આપનારી છે. II3II
(૪) દીપકની પ્રભા સમાન ઃ- ઉત્કૃષ્ટ શક્તિના યોગને કારણે પૂર્વે કહેલા ત્રણ ધર્મ રુચિથી વિશિષ્ટતર છે. અધિક (પટુતર) યાદ શક્તિના બીજનું સ્થાપન કરવાથી વિશિષ્ટતર ધર્માનુષ્ઠાનમાં પ્રવર્તિ કરાવનાર છે. વિશેષ પ્રકારે વિઘ્ન વિ. વિના જીવોને જ્યાંસુધી આયુષ્યનો સદ્ભાવ છે ત્યાં સુધી રહેનારી છે. વિઘ્ન કુસંસ્કાર આદિનો યોગ થયે છતે વચમાં પણ નાશ પામે છે. અને તે દીપકની જેમ બીજાને પણ સદુપદેશાદિથી તત્ત્વના બોધને ઉત્પન્ન કરનારી અને ધર્મક્રિયામાં પ્રવર્તાવનારી છે. અને આ ત્રીજી ધર્મ રુચિથી ઓછા ભવમાં મુક્તિને આપનારી છે.
(૫) પાંચમી મણિની પ્રભા સમી છે રુચિ (શ્રધ્ધા) :- અને તે તે ભવે સંપૂર્ણપણે અપ્રતિપાતિ (નહિ જનારી) છે. ભાંગે (તૂટે તો) પણ રત્નના પ્રભાવથી નિરોગી કરનાર બીજાને તાપ નહિ કરનાર અને બીજાને સારીરીતે તોષ (સંતોષ)નું કારણ છે. માત્ર સ્વલ્પ અનુષ્ઠાનની પ્રવર્તિનું કારણ છે. તેવી રીતે બીજાને બોધ અને અનુષ્ઠાનાદિ થોડા જ કરાવે છે. અને તે રુચિ તેજ ભવે અપ્રતિપાતિની (નાશ નહિ થનારી) છે. પરંતુ ભવાન્તરમાં જોકે નાશ પામે છે. અને તેથી ચોથીથી સ્વલ્પભવમાં મોક્ષને આપે છે. દૃઢસ્મૃતિ, બીજાના સંસ્કારનું કારણ હોવાથી ભવાન્તરમાં પણ જો કદાચ ચાલી જવાનો સંભવ હોય તો પણ ૬૬ (છાસઠ) સાગરોપમમાં શિવ પ્રાપ્તિનું કારણ બને છે. પા
(૬) તારાની પ્રભા સમાન ઃ- છઠ્ઠીવળી તારાના તેજ જેવી રુચિ હોય છે. અને તે તેજ ભવમાં વિઘ્ન, કુસંસર્ગાદિથી પણ ચાલી નહિ જનારી છે. પરંતુ ભવાંતરમાં છોડી દે છે. અને તે મધ્યમપ્રકારના અતિચાર વગરના ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (117 મ.અ.અં.૨, ત.-૯