________________
| મધ્યાધિકારે અંશ-૨ તરંગ-૯
હે બુધ્ધજનો !
જયરૂપી લક્ષ્મી, મંગલ શરણભૂત, આ લોકને પરલોકને વિષે હિત કરનાર, મોક્ષસુધીના સુખને આપનાર એવા ધર્મમાં રતિ કરો - (મો) I/II.
જેમ જેમ તે ઉલ્લાસ પૂર્વક નિર્મલ બને છે. તેમ તેમ મોક્ષ નજીક કરે છે. તેથી મોક્ષ સુખને ઈચ્છનારાઓ ! ધર્મમાં નિર્મલ રુચિને કરો રા
(૧) તૃણનો અગ્નિ (૨) છાણાનો અગ્નિ (૩) લાકડાનો અગ્નિ (૪) પ્રદીપ (પ્રકાશ) નો અગ્નિ (૫) મણિ (૬) તારા (૭) સૂર્ય (૮) ચંદ્રમા ની આભાની જેમ ધર્મમાં રૂચિવાળા જીવોને સિધ્ધિ નજીક વધુ નજીક એથી પણ વધુ નજીક થાય છે.
વ્યાખ્યા - આનો અક્ષરાર્થ સુગમ છે. વિચારણાતો આ પ્રમાણે :શુધ્ધ કે અશુધ્ધ ધર્મમાં જેની બુધ્ધિજોડાતી નથી તેઓ અભવ્ય અથવા દુર્ભવ્ય અથવા અનંત સંસારીઓ લાગે છે. અને જેઓ માર્ગને અનુસરનાર તપ, યોગાદિ મિથ્યાત્વિ ક્રિયામાં પણ રમે છે. તેઓ ક્રિયાવાદિપણાથી પુદ્ગલ પરાવર્ત મધ્યે સમ્યજ્ઞાન ક્રિયાદિયોગોની પ્રાપ્તિથી મુક્તિને પામે છે. તેઓનો અહીંયા અધિકાર નથી. અને અહીંયા ધર્મચિના અવસરે જૈનધર્મમાં રૂચિ એટલે તત્વબોધ રૂપ શ્રધ્ધા તે આઠ પ્રકારની છે.
(૧) તૃણ અગ્નિ સરિખી રુચિ - પ્રથમ શ્રધ્ધા રુચિ અને તે અત્તમુહૂર્ત સુધી રહેવાની વિશિષ્ટ સ્થિતિનું વીર્યનું વિકલપણું હોવાથી સારી રીતે યાદરૂપ બીજના સંસ્કારનું સ્થાપન નહિ થવાથી (ન કરનાર) અને વિશેષ ધર્મ ક્રિયાનુષ્ઠાન જ્યાંસુધી નહિ રહેવાથી, ધર્માનુષ્ઠાન આદિથી રહિત માત્ર અર્ધ પુદ્ગલ પરાવર્ત મધ્યે તેઓ મોક્ષની પ્રાપ્તિ નિશ્ચય કરે છે. તેવી રીતે ભવ્યોનીજ મોક્ષના કારણભૂત ગ્રંથીનો ભેદ અનંતર થાય છે. એ પ્રમાણે મોક્ષના કારણભૂત હોવાથી તે પ્રશંસનીય છે.
(૨) બીજી છાણાના અગ્નિસમાનરુચિ - તે પણ વિશેષ પ્રકારે શક્તિરહિત
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 116
મ.અ.અં.૨, તા-૯ો