________________
કલુષિત અને તે અત્યંત તીવ્ર હોતા નથી. જેવી રીતે કપર્દિ, વનક શ્રેષ્ઠિઆદિનો, શા. પૃથ્વીધર પુત્ર, ઝાંઝણદેવ વિ. નો, મંત્રિ જિણહા, મંત્રી અંબડ, બાયડ અને વાહડ વિ. નો ધર્મ જેવીરીતે ઈક્ષરસ ૧ પ્રહર પછી પ્રાયઃ નાશ પામે છે. તેવીરીતે તેવા પ્રકારનો ધર્મ રસ કાલાન્તરે કેટલાક કુસંગતિ વિ. ના કારણે વિનાશને પણ પામે છે. નંદનમણિકાર વિ. ની જેમ ફી
(૪) જેવીરીતે ગુડ પણ સારો વિશેષ અધિક રસ ઘટ થઈને પીંડિ થયેલા રસનું રૂપાંતર હોવાથી તે રાખ વિ. થી મિશ્ર હોય છે. તેવી રીતે કેટલાકનો ધર્મ પરિણામ તીવ્ર રસવાલો હોવાથી વિશેષ અધિક મધુર હોય છે. પરંતુ રક્ષા (રાખ) ની ઉપમા સમાન કંઈક કષાયાદિથી મિશ્ર હોય છે. જેવીરીતે મંત્રી વસ્તુપાલ, શ્રી કુમારપાલ ભૂપાલ (રાજા) વિ. ની જેમ III
(૫) વળી ખાંડ ગોળથી પણ અધિકરસ (મીઠાશ)વાળી હોય છે. અને અલ્પ કચરા (મલ) વાળી હોય છે. તેવી રીતે કેટલાકના ધર્મપરિણામ પહેલા કહેલા ગોળથી અધિકતર રસવાળા અને અલ્પ પ્રમાદરૂપ કચરા (મેલ)વાળા હોય છે. જેવી રીતે શ્રી અભયકુમાર મંત્રી, આનંદ કામદેવ આદિ દશ શ્રાવક વિ. ના, શા. પૈિથેડ મંત્રી, જગડુસા અને સા. મહુલ સિંહાદિના, સહદેવના મોટાભાઈ વિમલ અને નિસઢ શ્રાવકાદિના જેવા ધર્મિપરિણામ હોય છે પણl
વિસઢ શ્રાવકાદિના અને નિસઢ શ્રાવક આદિના સંબંધ (કથા) વિષે કેટલાક દ્રષ્ટાંતો પહેલાં લખેલા હોવાથી અને કેટલાક પ્રસિધ્ધ હોવાથી અહીંયાં લખ્યા નથી. પંડીત જનોએ જાતેજ વિચારી લેવા.
(૬) હવે જેવી રીતે મોટી સાકર બધાથી ઉત્તમ મધુર રસવાળી અને નિર્મલતમાં હોય છે. તેવી રીતે કેટલાકના ધર્મના પરિણામ સર્વોત્તમ મધુર રસવાળો અને સંપૂર્ણ પ્રમાદ રુપ મેલ વગરનો હોય છે. દા.ત. શ્રી પુંડરિક રાજા, સુરરાજા, શ્રી જંબુસ્વામિ, શ્રી વજસ્વામિ, પૃથ્વીચંદ્ર, ગુણસાગરાદિની જેમ તેમાં સુરરાજાની કથા આ પ્રમાણે છે......
[ ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)] 12 મ...ર, તરંગ
રાક