________________
જલાશ્રય (સરોવર) ની ઉપમા સમાન કુધર્મમાંજ આનંદ માને છે. અને કેટલાક તો સ્ત્રીના ઘડાની જેમ ચમત્કારી તીર્થયાત્રા, માનેલી માનતા, શીરોમુંડન, ભોગોને ભેગા કરવા વિ. રૂપ કંઈક ધર્મને આલોકના સુખને માટે પણ કરે છે. ////
(૨) જેવી રીતે કુતરો મોટું સરોવર પ્રાપ્ત થવા છતાં પણ પાણીને ચાટે છે. પરંતુ ઘૂંટડે ઘૂંટડે પીતો નથી. તેવી રીતે કર્મક્ષયથી કુગુરૂ વડે ઠગાવાથી અથવા મોટાઈને માટે શ્રાવક વિ.નો સંસર્ગ, દાક્ષિણ્ય વિ. ના કારણે અથવા કૌતુક આદિના કારણે ક્યારેક ક્યારેક જિનભવન પ્રતિગમન, ચમત્કારી તીર્થયાત્રા, ચમત્કારી ગુરૂવંદન અને તેનો પરિચય કરવો. સારા એવા કૌતુક પૂર્વક તેના ઉપદેશ સુક્તાદિ શ્રવણાદિ કરે છે. પરંતુ તે સમ્યગું અનુષ્ઠાનાદિ (લક્ષણો) નથી ||રી.
(૩) કેટલાક હાથીની જેમ જિનધર્મરૂપી સરોવરમાં સમ્યગુદર્શનાદિ શ્રાવક ધર્મના રસને પીએ છે. પાણી પીને તૃપ્તિ (સંતોષ) પામે છે. સદનુષ્ઠાનાદિ કરીને આત્માને નિર્મલ કરે છે. અને પાપરૂપી તાપ દૂર કરવા થકી શીતલ - સૌમ્ય બને છે. પરંતુ કુસંસર્ગ વિ. ના કારણે, આપદાદિના કારણે, લોભ વિ. ના કારણે અથવા પોતાના પરિવારના નિર્વાહ માટે મિથ્યાત્વ, મહાઆરંભ, વિષય તૃષ્ણા, પ્રમાદ, અતિચાર આદિ રજ થકી પોતાને મલિન પણ કરે છે. પરંતુ તે મલ કોરક રજ સમાન (સૂકી ધૂળસમાન) “સમ્મદિષ્ટિ જીવો” એ પ્રમાણેના વચનથી કાદવની જેમ ચોંટતો નથી અને પ્રતિક્રમણાદિ આવશ્યકરૂપ સ્નાન વિ. થી દૂર કરે છે. વારંવાર કેટલાક (સ્નાન કરવું અને ફરી ગંદુ થવું તે) બંને કરે છે. અને કેટલાક યતિઓ ચારિત્ર ધર્મમાં રહેતા હોવા છતાં પણ આત્માને નિર્મલ પણ કરે છે. અને પ્રમાદ, અતિચાર વિ. થી ગંદુ પણ કરે છે. ૩
(૪) વળી કેટલાક હંસની જેમ નિર્મલ શ્રાવક ધર્મ રૂપ સરોવરમાં જ આનંદ કરે છે. (માને છે) અને તેમાં લીન દૃઢવ્રતધારીઓ દેશવિરતિ વિ. ધર્માનુષ્ઠાન વડે પોતાના કર્મમલરૂપ તાપ વિ. ને દૂર કરે છે. આત્માને નિર્મલ અને સુખી કરે છે. અને તેથી બહાર નીકળીને પ્રમાદરૂપ અતિચાર
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)] (109) મિ.અ.અં.૨, તરંગ-૭)