________________
ઈતિ તપાગચ્છાધિપતિ શ્રી મુનિસુંદરસૂરિ વિરચિત શ્રી ઉપદેશ રત્નાકર ગ્રંથનાં મધ્યમાધિકારે પ્રથમ અંશે ન૨ જન્મનાં ઉદ્દેશથી ધર્મોપદેશ નામનો
।। ૧૦ મો તરંગ સંપૂર્ણ ॥
મધ્યાધિકારે અંશ-૨, (તરંગ-૧)
શ્લોકાર્થ :- હે ભવ્યો ! જયરૂપ લક્ષ્મી, વાંછિત સુખ, અનિષ્ટ હરણમાં અને આલોક અને પરલોકમાં હિતને માટે ત્રણલોકમાં સારભૂત જિનધર્મમાં ઉજમાળ બનો ||૧||
(૧) જિન વચન રૂપ અમૃત રસથી ભાવિત (૨) પાપભીરૂ (૩) સુધર્મમાં રંગ (૪) સમ્યક્ત્વ (૫) વ્રત (૬) આવશ્યકથી યુક્ત એવા ૬ પ્રકારનાં જીવો સુખનું ભાજન થાય છે.
જિનેશ્વર ભ. ના વચનરૂપી અમૃત રસથી પરિણામી થયેલો (જિનેશ્વરનાં વચનરૂપ અમૃતથી ભાવિત પણું) અને કર્મના ક્ષયોપશમથી જીવોનાં (૧) અભિવ (૨) દુર્ભભવ (૩) આસન્ન ભવિ (૪) આસન્નતર ભવિ (૫) આસન્નતમ ભવિ જીવો સિધ્ધપણાદિનાં કારણે પાંચ પ્રકારે થાય છે. તે ગાથાનું જ પ્રતિપાદન કરતાં દ્રષ્ટાંતો વડે કહે છે. (૧) તેલ અને પાણી (૨) લોખંડ અને અગ્નિ (૩) દૂધ અને પાણી (૪) પારો અને સુવર્ણ (૫) સિધ્ધ રસ (સુવર્ણ) અને લોખંડ જિનધર્મની ભાવનામાં રત ભાવિમાં સિધ્ધ થવાના કારણથી દ્રષ્ટાંતો કહ્યા છે.
ધર્મ :- સમ્યગ્ દર્શનાદિ રૂપ તેનાથી ઉત્પન્ન થયેલ જીવનું અન્તર શુધ્ધ ચારિત્રાવરણીય કર્મનાં ક્ષયોપશમ અનુસારે અનુષ્ઠાન સહિત, અથવા અનુષ્ઠાન રહિત પરિણામ વિશેષ ભાવના અને તેથી જીવોની ધર્મભાવના એટલે સુધર્મના વિષયમાં ભવિષ્યમાં શિવ મેળવવાનાં કારણે આ પ્રમાણે (૧) અભવ્ય (૨) દુર્ભવિ (૩) આસન્ન ભવિ (૪) આસન્નતર ભવિ (૫) આસન્નતમ ભવિ એ પ્રમાણે પાંચ પ્રકારના ભવિષ્યમાં શિવ પામવાના કા૨ણે તેલ અને પાણી વિ. યુગલ રૂપે પાંચ દ્રષ્ટાંતો થાય છે. તે સાર છે.
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
73
મ.અ.અં.૨,તરંગ-૧