________________
દેવલોકમાં જઈને અધિકમાં મનુષ્યપણું સમજવું. વિવિધ જીવોને આશ્રયીને સર્વકાલ લાયોપથમિક સમ્યકત્વ સમજવું. દેશવિરતિ અને સર્વવિરતિ રૂપ સ્વીકારેલા અનુષ્ઠાનો ભવાન્તરે સાથે જતાં નથી.
કહ્યું છે કેઃ- ગ્રહણ કરેલા મિથ્યાત્વ, સાસ્વાદન અને અવિરત સમ્યક્ત સાથે બાકીના અગિયાર ગુણઠાણા છોડીને જીવો પરલોકમાં જાય છે.
પૂર્વભવમાં અતિ બહુમાન, રૂચિ, આરાધના વિ. કરવાના કારણે ઉત્પન્ન થયેલા (પડેલા) પરિણામ અને સંસ્કાર રૂપ દેશવિરતિ અને સર્વવિરતિની ભાવના પણ ભવાન્તરે સાથે જાય છે. - આવે છે. અને તે કારણે ભવાન્તરમાં તેને (દેશવિરતિ અથવા સર્વવિરતિને) જલ્દી ગ્રહણ કરવાની ઈચ્છા થાય છે. અથવા શિધ્ર ગ્રહણ કરે છે. તે કારણે ત્રીજા ભવે અથવા તેજ ભવમાં જીવો સિધ્ધિપદને પામે છે.
દા.ત. સુદર્શન શ્રેષ્ઠિ વિ.શ્રી ગૌતમ સ્વામિના વચન સાંભળવાથી તિર્યજભક દેવભવમાં પ્રાપ્ત કરેલા સર્વવિરતિ પ્રત્યે બહુમાનના ધારક વજુસ્વામિ, શિવકુમારનાં ભવમાં આરાધેલ ભાવ ચારિત્રવાળા શ્રી જંબુસ્વામિ, પૂર્વભવમાં સમ્યકત્વ, અને ચારિત્રની આરાધનાના કારણે ઉત્પન્ન થયેલ રૂચિથી વિવાહ લગ્ન સમયે ઉત્પન્ન થયેલ કેવળજ્ઞાન ગુણવાળા ગુણસાગરકુમાર, તેની આઠ પત્નિઓ, ગૃહસ્થવેષમાં ઉત્પન્ન થયેલા કેવળજ્ઞાનવાળા કૂર્માપુત્ર, શ્રી ભરત ચક્રવર્તિ તેની પરંપરામાં થયેલ રાજાઓ, શ્રી રામ, રાજા લક્ષ્મણ, ભાઈ ભરત વિ. અને ગણધર વિ.ના દ્રષ્ટાંતો જાણવા આપી
શ્લોકાર્થ:- હે ભવ્યો ! જો શિધ્ર મુક્તિ માટે ઉપસ્થિત (ઈચ્છાવાળા)થયા હો તો આ પાંચે ધર્મ ભાવનાઓ સાંભળીને ઉત્તરોત્તર ચડીયાતી તે ભાવનાઓને સેવો જેથી કર્મ ઉપર જય રૂપ લક્ષ્મી પામવા થકી મોક્ષને પામો.
ઈતિ તપાગચ્છાધિપતિ “શ્રી મુનિસુંદરસૂરિ' વિરચિત શ્રી ઉપદેશ રત્નાકરગ્રંથના મધ્યાધિકારે બીજે અંશે
| પ્રથમ તરંગ પૂર્ણ !!
. . .
. . . . . . . . . . *,, , , , , , , , , , , , , ,
, ,
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) |
મ.અ.સં.૨,તરંગ-૧