________________
બ્રહ્મસેને કહ્યું:- તને શોક (દુઃખ) કેમ થતો નથી ? તેને કહ્યું શોક શા માટે કરવો? કારણ કે તે ધર્મ આરાધી દેવલોકમાં મહાન (મોટો) દેવ થયો છે.
બ્રહ્મસેને કહ્યું - સ્વર્ગમાં ગયો છે. તેવો વિશ્વાસ કેવી રીતે થાય ?
ક્ષેમંકરે કહ્યું - હમણાંજ તે દેવ અહીંયા આવીને મને નમીને મારા ઘરમાં સુવર્ણની વૃષ્ટિ કરશે. તેટલામાં તે દેવે ત્યાં આવીને તે પ્રમાણે કર્યું તે જાતે જ જોયું અને દેવે ભાઈના ઉપકારને કહ્યો. તેથી તે જોવાથી વિશ્વાસવાળો બ્રહ્મસેન પર્વતિથિએ પૌષધ લે છે. ક્રમે કરી નશીબવશે નિર્ધન થઈ ગયો. તે કારણે સ્વજનોમાં લજ્જાને પામતો નગરને છોડીને પલ્લીમાં જઈ વાસ કર્યો અને ત્યાં વેપાર કરવાથી શ્રીમંત થયો. સાધુ વિ. ની સામગ્રી ન મલવા છતાં પણ પૌષધ વિ. ધર્માનુષ્ઠાનને છોડતો નથી. પૌષધના દિવસે (વાત) વેપાર કરતો નથી. તેનું તે સ્વરૂપ લોકોએ પણ જાણ્યું.
અને આ બાજુ કોઈક રાજાના ચાર પુત્રો ખજાનામાંથી ચોરી કરીને નાશી જઈને તે પલ્લીમાં આવ્યા. તેઓ પણ તેની દુકાનમાં વેપાર કરે છે. પોતાના (નજીકમાં રહેલા) દેશમાં બન્દીગ્રહણ (લૂંટ) વિ. કરીને જુગારમાં આપે છે. બ્રહ્મસેન પણ તે બધાને કંઈક ઉધાર આપે છે. તેઓએ (રાજાના પુત્રોએ) પણ જાણ્યું કે પર્વના દિવસે આ વેપાર કરતો નથી. મૌનવ્રતમાં રહીને ધર્મધ્યાન કરે છે. તેથી આ ધનવાનના ગૃહમાંથી આજે ચોરી કરીએ. એ પ્રમાણે વિચાર કરીને ચોરીને માટે તેના (બ્રહ્મસેનના) ઘરમાં પ્રવેશ્યા વિવિધ પ્રકારના દુકુલ સુવર્ણ આદિ ગ્રહણ કરતાં તેઓને જોઈને બ્રહ્મસેને ચિંતવ્યું આ દુષ્ટો મારી દુકાનમાં વ્યાપાર કરે છે. હું તેઓને ઈચ્છા પ્રમાણે આપું છું. તો પણ હમણાં ખાતર પાડી ને મારા ઘરમાંથી ચોરી કરે છે... ફરી ચિંતવ્યું......... હે આત્મા ! આર્તધ્યાન શા માટે કરે છે. કારણ કે એક મહાપરાક્રમીઓ શરીર છૂટી જાય તો પણ ક્રોધ કરતા નથી. જવાના સ્વભાવવાળા દ્રવ્યનો નાશ થાય તો પણ ક્રોધ કરતા નથી. તો હે જીવ! ક્રોધ શા માટે કરે છે. [૧]
આ લોકો લઈ લઈને હજાર વિગેરે દ્રવ્યપ્રમાણ હરશે. પૌષધ તો અનેક ક્રોડ સુવર્ણ વડે પણ પ્રાપ્ત થતું નથી) કરી શકાતો નથી. તેથી જો હું અવાજ કરીશ તો તેઓ પહેરેગીરો વડે બંધાશે અને મરાશે. અથવા તો ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (95)મ.અ.અં.૨, તરંગ
************,* * * * * * *
* * * * * *
*.'..': ': ' . ' . ' ' . ' . ' . '- '*