________________
(૬) પ્વાસ ત્તિ :- અહીંયા કપાસપણ કાળારંગવાળો જાણવો તેના બીજો (બી) જેવી રીતે કૃષ્ણરંગથી રંગીને વવાય છે. તેથી ઉત્પન્ન થયેલો કપાસ પણ કાળા રંગનો જ થાય છે. તેનાથી ઉત્પન્ન થયેલ રૂ. ધાગો અને વસ્ત્ર વિ. પણ કાળા રંગના થાય છે. તેવી રીતે કેટલાક જીવો પૂર્વભવમાં ઉત્પન્ન થયેલા મિથ્યાત્વાદિ પાપાંગને ભવાન્તરમાં પણ છોડતા નથી. જિનધર્મને નહિ પામેલા બધાય જીવો આ ઉદાહરણમાં લેવા અથવા વિરાધેલ જિનધર્મવાળા ઓને પણ મિથ્યાત્વ વિ. પાપરંગ લાગે છે. જેવીરીતે ગોશાલકનો દરેક ભવ મુનિઓ ઉપર દ્વેષ ભાવ અને મરિચિને છ ભવસુધી પરિવ્રાજક ધર્મની પ્રાપ્તિ થઈ તે આ રંગમાં આવે છે.
શ્લોકાર્થ :- ‘જો ભવરૂપી શત્રુપ૨ જયરૂપી લક્ષ્મી ઈચ્છતા હો તો આ છ પ્રકારે અહીંયાં બતાવેલા પાપરંગોને ઉત્તરોત્તર વધતા જાણીને પૂર્વપૂર્વના અંગીકાર કરો ઈતિ.
તપાગચ્છાધિપતિ મુનિસુંદરસૂરિ વિરચિત ઉપદેશરત્નાકરના મધ્યાધિકારે ૨ જે અંશે.....
॥ પાંચમો તરંગ પૂર્ણ.......
મધ્યાધિકારે ૨ જે અંશે (તરંગ-૬)
હે ભવ્યો ! જયરૂપી લક્ષ્મી, વાંછિત સુખ, અનિષ્ટ હ૨વામાં, આલોક અને પરલોકના હિતને માટે ત્રણ વર્ગમાં સારભૂત જિનધર્મમાં ઉદ્યમ કરો
11911
વળી તે ધર્મ નિર્મલ બુધ્ધિ વડે ગ્રહણ કરવો. વળી તે બુધ્ધિ જુદી જુદી રીતે જીવને વિવિધ પ્રકારે હોય છે. IIII જેમકે.... (૧) પાણી ભરેલું વાદળ (૨) વાદળ અને તા૨લા વિનાનું આકાશ (૩) તારા સહિતનું આકાશ (૪) ગ્રહ (૫) ગ્રહ વગરનું (૬) પૂર્ણ ચંદ્રથી યુક્ત રાત્રિ (પૂનમ) (૭) સજલવાળા
''''
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 101 મ.અ.અં.૨,તરંગ-૬