________________
નહિ કરવા થકી અત્યંત અંધકાર યુક્ત છે. કંઈક બાહ્ય બ્રહ્મ વિ. અનુષ્ઠાન રૂપ અલ્પ પ્રકાશ હોવાથી અલ્પ પ્રકાશપણું છે. એ પ્રમાણે તેવા પ્રકારના બીજધર્મને વિષે પણ વિચારણા કરવી. અને આ ભાંગાવાળાને ધર્મથી ઉત્કૃષ્ટપણાથી અલ્પ ઋધ્ધિવાળા વ્યંતરાદિ ગતિની જ સંભાવના છે. ઈતિ ||૩.
(૪) ચોથી રાત્રિની જેમ કંઈક વધારે પ્રકાશવાળો તાપસાદિ ધર્મ જાણવો. તાપસધર્મનો અનંતજીવ કાયવાળું કંદમૂલ શેવાલાદિ. અશન, ગાળ્યાવિનાના પાણીથી સ્નાન, વૃક્ષાદિને પાણી સિંચવું, જોયા (પ્રમાર્યા) વિનાના લાકડાને બાળવા વિ. આરંભ સંભારંભને ધર્મની બુધ્ધિપૂર્વક કરવા વડે, પ્રવર્તનાદિ ઘણું મિથ્યાત્વના ફેલાવા વડે (દ્વારા) પોતાના આશ્રિતોને જીવાજીવ ધર્માદિ પદાર્થનું દર્શન સારી રીતે નહિ કરાવાથી અત્યંત અંધકારમયપણું છે. પાંચે ઈન્દ્રિયનું કંઈક દમન, ઘણા તપ કષ્ટ વિ. અનુષ્ઠાન રૂપ અધિક પ્રકાશવાળું હોવાથી બૌધ્ધધર્મથી અધિક પ્રકાશપણું છે. એ પ્રમાણે બીજાપણ તેવા પ્રકારના ધર્મને વિષે વિચારવું. તાપસધર્મથી ઉત્કૃષ્ટથી જ્યોતિષ્ક સુધીની દેવગતિ થાય છે. જા.
(૫) પાંચમી રાત્રિની જેમ અધિકતર પ્રકાશવાળો ચરકપરિવ્રાજક ધર્મ છે. તે મિથ્યાંધકારથી ભરેલ હોવા છતાં પણ તેવા પ્રકારની ક્ષમા, સમતા, ઈન્દ્રિયોનું દમન, સર્વજીવો પર અનુકંપાના પરિણામ, ભવનિર્વેદાદિ રૂપ અધિકપ્રકાશવાળો હોવાથી પ મી રાત્રી જેવો હોય છે. આ ધર્મના આરાધકો તામલિઋષિ (તાપસ) વગેરે ઘણા શુધ્ધ પરિણામવાળાનું આગમમાં પણ પ્રતિપાદન કર્યું છે. આ ભાંગાવાળા ધર્મથી પાંચમા દેવલોકસુધીની ગતિ પામે છે, શુદ બીજથી આરંભીને શુદ આઠમ અથવા સુદ દશમી સુધીજ હીનચંદ્રવાળી રાત્રિવાળો આ ભાંગો ધર્મની ઉપમાવાળો જાણવો. પરંતુ તે રાત્રિ અલ્પવિશુધ્ધ (૨) વિશુધ્ધ (૩) સુવિશુધ્ધ (૪) વિશુધ્ધતર વિ. ભેજવાળો અવિરત સમ્યગ્ દૃષ્ટિ ધર્મની ઉપમાવાળો ધર્મ છે. //પી.
(૬) છઠ્ઠીરાત્રિની જેમ સંપૂર્ણ પ્રકાશવાલો વિશુધ્ધતમ અવિરત સમ્યગુ દૃષ્ટિ ધર્મ છે. અને તે સંપૂર્ણ બધી રીતે) નીકળી ગયેલા મિથ્યાત્વરૂપ | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 106 મિ.અ.અં.૨,તરંગ-૬)
.
.
.
.
.
.
. *
*
*
*
*
*
* * *.
* *
* * * * * * * * * * * * * * * * * * *