________________
ગાઢ મિથ્યાત્વવાળા, મહા આરંભાદિ પાપથી રંગાયેલા તેને અનુસ૨ના૨ી ક્રિયા, અનુષ્ઠાનાદિમાં પ્રવર્તિ કરે છે. સદ્ગુરૂના ઉપદેશ વિ. થી ઘણું ઘસાવાનો સંભવ હોવા છતાંપણ પોતાના પાપરંગને છોડતા નથી. શ્રી કાલકસૂરિના ઉપદેશ વડે પણ મિથ્યાત્વને ન છોડનાર દત્તરાજાની જેમ અને પૂર્વભવનો ભાઈ ચિત્ર મહર્ષિના પ્રતિબોધ કરવા વડે પણ મહાઆરંભ નહિ છોડનારા બ્રહ્મદત્તની જેમ..... ॥૩॥
(૪) વિત્ની ત્તિ :કૃષ્ણવલ્લી નાગદમણી એ પ્રમાણે પ્રસિધ્ધ છે. તેના રંગની વિચારણા પૂર્વની જેમ વિંધવા છતાં, ઘર્ષણ ક૨વા છતાં, અને ચૂર્ણ ક૨વા છતાં કૃષ્ણરંગને છોડતું નથી. પરંતુ (તેમાં) આ વિશેષ છે. દુકુલમાં પહેલા રંગવાના સમય વિ. માં કૃષ્ણરંગ હોતો નથી. પાછળથી યથા અવસરે તેવા પ્રકા૨ના દ્રવ્યથી રંગાયેલું બને છે. (રંગાય છે.) કૃષ્ણવેલમાં તે રંગ સાથે જ હોય છે. તેવી રીતે કેટલાક જીવોના મિથ્યાત્વ મહારંભાદિ પાપ રંગ સાથે જ ઉત્પન્ન થયેલો જાણવો. કાલસૌકરિકની જેમ ॥૪॥
(૫) નીતી :- પ્રસિધ્ધ છે. તેનો રંગ કાળો જ છે. હાથ-પગ વિ. વડે ચોળવાથી અધિક અધિક કાળો થાય છે. અને બીજાને પણ પોતાના સંસર્ગથી મેલો કરે છે. તેવી રીતે કેટલાક સમ્યગ્દષ્ટિ રાજા વિ. ના બતાવેલા ભય વિ. થી પણ તે પાપરંગને છોડતો નથી. પરંતુ અધિક અધિક પણે પાપ કરે છે. શ્રી શ્રેણિકે બતાવેલા ભયથી કાલસૌકરિક વિ. ની જેમ અને કેટલાક બીજાને પણ પોતાને ઈચ્છિત ઉપદેશ વિ. થી મહામિથ્યાત્વ વિ. પરિણામ પમાડવા વિ. થી અને મહાઆરંભાદિ પાપ કર્મમાં પ્રવર્તાવવા વિ. થી મેલો (પાપી) કરે છે. રાજપુરોહિત પાલક વિ. ની જેમ અને તેઓ પ્રાયઃ કરીને અભવ્ય સંભવે છે. કહ્યું છે કે..... (૧) સંગમ (૨) કાલસૌકરિક (૩) કપીલા (૪) ઈંગાલ (૫) અને (૬) બે પાલક એ છ અભવ્યો છે. અને સાતમો (૭) ઉદાયી રાજાનો મારક વિનય રત્ન ॥૧॥ અથવા પાપમતિ મંત્રી વિ. ની જેમ દુર્ભવ્ય સંભવે છે. અથવા વિષયતૃષ્ણાદિને આશ્રયીને બાંધેલા નકાદિ આયુષ્યવાળા સત્યકી વિદ્યાધર વિ. ની જેમ એ પ્રમાણે મષીપીણ્ડ (કાળીમસી) વિ. ના પણ અહીંયા દષ્ટાંતો જાણવા ||ગા
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) | (100 મ.અ.અં.૨,તરંગ-૫