________________
મધ્યાધિકારે ૨ અંશે તરંગ ૫.....
હવે પ્રસંગનુસાર ગુજાદિ રંગ સરિખો ધર્મરંગનો પ્રતિપક્ષ પાપરંગો (અધર્મરંગ)ને કિરોલકાદિ દૃષ્ટાંત વડે કહે છે. વળી અહીંયાં.......
(૧) કિરોલ (૨) કિટ્ટ (૩) દુકુલ (૪) કિહવલ્લિ (૫) નીલી (૬) અને કપાસ, આવા કાળા પાપરંગના દૃષ્ટાંત છે.
વ્યાખ્યા :- ફિરોઝારિ :- (૧) કિરોલકાદિ કિરોલિક નામની વેલ જે કાળારંગના ફળોવાળી લોકમાં પ્રસિધ્ધ છે. તે પણ ગુંજાની જેમ થોડુંક ઘસવા વિ. થી પોતાના કાળારંગને છોડી ને જેતપણું બતાવે છે. તેવી રીતે કેટલાક જીવો થોડા જ સદુપદેશાદિ વડે નમિ, કરકંડુ આદિ પ્રત્યેક બુધ્ધ અને સમુદ્રપાલાદિની જેમ મિથ્યાત્વાદિ પરિણામરૂપ અથવા ભવતૃષ્ણાદિ પરિણામરૂપ પામરંગને છોડે છે. અને ધર્મરૂપ ઉજ્જવલતાને પામે છે. તેઓ નજીકમાં સિધ્ધથનારા અથવા તેજે ભવે સિધ્ધ થાય છે ||૧||
(૨) ક્રિકૃત્તિ :- કિટ્ટાદિવડે અથવા અનુસંધાન (ઉપલક્ષણ) થી નીલ પત્ર વિગેરેથી રંગાયેલું વસ્ત્ર અને તે જેવી રીતે ઘસવા વિ. થી અલ્પકાળાશને ઘરે છે. પરંતુ સંપૂર્ણશ્વેતપણું પ્રાપ્ત કરતું નથી. તેવી રીતે કેટલાક મિથ્યાત્વીઓ અથવા આરંભ કરવાના પરિણામવાળા જીવો સારાસાધુ, શ્રાવકનો સંસર્ગ, સદ્ શાસ્ત્રાદિ સાંભળવા આદિરૂપ ઘસાવાદિના કારણે ભદ્રિક પરિણામવાળા બનેલા અલ્પમિથ્યાત્વ પરિણામી અથવા અલ્પ આરંભના પરિણામવાળા કંઈક જિનપૂજા, મુનિને દાન વિ. પુણ્યને પણ કરે છે. જેવી રીતે શ્રી કુમારપાલનો પૂર્વભવ પાંચ કોડિના ફૂલથી જિનની પૂજા કરનાર જયતાકક્ષત્રીય, નવપુષ્પથી જિનની પૂજા કરનાર અશોક માળી, મુનિને દાન આપનાર સુંદર શ્રેષ્ઠિ વિ. ની જેમ, શ્રી હેમસૂરીનાસંગાથથી ભદ્રપરિણામવાળા થયેલા શ્રી શત્રુંજયાદિ તીર્થયાત્રા, શ્રી ઉજ્જયંત, સિધ્ધપુરાદિ જિનમંદિરનું પુણ્ય સ્વીકાર કરનાર શ્રી જયસિંહદેવ રાજાની જેમ તેનો સંબંધ આ પ્રમાણે છે....... એક
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 98)મ.અ.સં.૨,તરંગ-૫
::::
:::
::::::::::::
:::::
::
:
::::
::::::::::