________________
નાશી જશે તો નાશતા વિરાધના કરશે. ત્યારે મારો પૌષધ વિરાધના વાળો થશે તેથી ઊંચા સ્વરે નવકાર ગણે છે. ત્યારે ચોરોએ ચિતવ્યું કે શું આ અમને સ્તભાવવા માટે કંઈક ગણે છે ? ત્યારે તે સ્થિર થઈને પંચનમસ્કાર (નવકાર) સાંભળે છે....... તે વખતે કોઈપણ ઠેકાણે આ અમે સાંભળ્યું છે. એ પ્રમાણે ઉહાપોહ (વિચાર) કરતાં જાતિસ્મરણ જ્ઞાનવડે પૂર્વભવ જોયો. તે વખતે દેવોએ આપેલો સંયમનો વેષ વૈરાગ્યથી ભીંજાયેલ તેઓએ પહેરીને તપનો સ્વીકાર કર્યો. રાત્રિના સમયે પાછા ફરતાં દોષનો વિચાર કરીને ધ્યાનમાંલીન બનેલા ત્યાંજ રહ્યા. અરૂણોદય થવા છતાં નહિ ગયેલા તેઓને જોઈને હા! આ લોકોનું મરણ આવ્યું છે. એ પ્રમાણે શ્રેષ્ઠિએ ચિંતવ્યું ઘણો પ્રકાશ થતાં સાધુના વેષવાળા તેઓને જોઈને ફરી ચિંતવ્યું ઓહપાપીઓ સાધુ વેષથી ચોરીને કરતાં જિનશાસનનો અપલાપ કરનારા છે. પછી તેઓને પણ શ્રેષ્ઠિએ કહ્યું, “હે! તમે કોણ છો ? હું તમારું ચરિત્ર, વિરૂધ્ધ જોઉં છું. (ચોર અને વળી ચારિત્રવેષ) તેઓએ (ચોરોએ) પણ કહ્યું અમે તમારા શિષ્યો છીએ. શ્રેષ્ઠિ બોલ્યા :- કેવી રીતે ? ત્યારે તેઓએ નમસ્કારમંત્રના સાંભળવાથી જાતિસ્મરણ થયું છે. વિ. હકીકત કહી. પછી શ્રેષ્ઠિથી પૂછાયેલા તેઓએ પોતાનો પૂર્વભવ કહ્યો.... ( વિશાલાનગરીમાં અમે ચાર બ્રાહ્મણ પુત્રો હતા. એક વખત મુનિના વચનોથી પ્રતિબોધ પામેલા અમે તપસ્યા (દીક્ષા) ગ્રહણ કરીને દેવલોકમાં ગયા. ત્યાંથી અહીંયાં રાજાના કુલમાં અવતર્યા. એવા (તેવા) અમે તમારાથી બોધ પામ્યા છીએ. - શ્રેષ્ટિએ વિચાર્યું. અહો ! આ લોકો ધન્ય છે. કારણ કે થોડા જ પ્રયત્ન બોધ પામ્યા છે. હું તો આ જન્મથી ધર્મશ્રવણ કરવા છતાં પણ બોધ નથી પામ્યો. તેથી આ લોકો મારા ગુરૂઓ છે. પછી સર્વે (મા-બાપ વિગેરે) દીક્ષા લઈને તેજ ભવે સિધ્ધ થયા. મુક્તિમાં ગયા. આ પ્રમાણે બ્રહ્મસેન કથાપૂર્ણ થઈ. અને તે પ્રાયઃ એકાવતારી તેજ ભવે સિધ્ધથનારા અથવા સાતઆઠ ભવમાં સિધ્ધ થનારા થાય છે.
અહીંયાં તે ભવમાં દેવતાએ આપેલા ચિંતામણી રત્નના પ્રભાવથી રાજપ્રબોધકના પૂર્વભવમાં ચોરીને લીધેલો પોતાના હારનું મૂલ્ય આપવાનું | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) [96).અ.અં.૨,તરંગ-૪)