________________
કહીને છોડાવાયેલો ચોર પ્રતિબોધક મહામંત્રીનું પણ દૃષ્ટાંત કહેવું. મહાગુરૂ વિ.ધર્મના ઉપદેશકો અને અભયકુમાર વિ.મહાશ્રાવકના દૃષ્ટાંતો પ્રસિધ્ધ છે.
(૭) પ્પાસ ત્તિ :- કપાસ એ પ્રમાણે સામાન્યથી નિર્દેશ હોવા છતાં પણ જે પરંપરાયે સંસ્કારથી રંગાયેલા તેવું જ ફલને પામે છે. જેવી રીતે કપાસમાં રક્તતા આવે છે. ૧
ઈત્યાદિ વચનથી અને તેવા પ્રકારના પ્રસિધ્ધ બીજા દેશોમાં કેટલાક (તેવા પ્રકારના) કપાસના બીજોને રંગીને વાવે છે. અને તેથી ઉત્પન્ન થયેલો કપાસ પણ રાતો જ હોય છે. અને તેનાથી બનેલા રૂ, ધાગો, વસ્ત્ર વિગેરે રાતા જ હોય છે. તેવા પ્રકારનો કપાસ અહીંયા લેવો (જાણવો) અને તે જેવીરીતે પૂર્વભવના બીજથી આવેલ સંસ્કારથી રંગને ભવાન્તર જેવા રૂ, દોરો, વસ્ત્ર (તંતુ) વિગેરે અવસ્થા પામવા છતાં પણ છોડતો નથી. તેવી રીતે કેટલાક જીવો ભવાન્તરના સંસ્કારના કારણે અથવા જાતિસ્મરણ વિ. થી ભવાન્તરથી આવેલા ધર્મ પરિણામને તે ભવમાં અથવા ભવાન્તરમાં પણ છોડતા નથી. તેઓ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ નહિ પડે તેવા ક્ષાયોપશમિક સભ્યષ્ટિ અથવા નહિ પડવાવાળા તેવા પરિણામવાળા જે દેશિવરતિ અથવા સર્વવિરતિને સ્વીકારીને બે વાર વિજયાદિમાં જઈને અથવા ત્રણવાર અચ્યુતમાં અને ત્યાંથી ચ્યવીને અધિક એક નરભવ કરીને એ યુક્તિથી ઉત્કૃષ્ટથી પણ ૬૬ સાગરોપમથી કંઈક અધિકમાં અથવા પાંચ-સાત-આઠ ભવોમાં જ સિધ્ધ થાય છે. પ્રાયઃ કરીને તેજ ભવે સિધ્ધ અથવા એકાવતારીજ સંભવે છે. હોય છે. અને આનો વિસ્તાર ભાવના પંચકોપદેશમાં રસલોહની ભાવનામાં આવેલાની જેમ જાણવો. દૃષ્ટાંતો પણ તેની જેમજ અઈમુત્તા, શ્રી વજ્રસ્વામિ, શ્રી જંબુસ્વામી વિગેરે જાણવા. આથી ઉત્તરોત્તર ધર્મરંગમાં સર્વશક્તિ થકી શિવપદના સુખના અર્થી એ પ્રયત્ન કરવો.
શ્લોકાર્થ :- કે પંડિતજનો ! આ પ્રમાણે ધર્મના સાતરંગોને જાણીને ઉત્તરોત્તર તેમાં શક્ય હોય તેટલો પ્રયત્ન કરો. જો તમને મોહરૂપી શત્રુપર જયરૂપી લક્ષ્મીવડે મહોદય મહા ઉદયવાળા અનંતસુખની ઈચ્છા હોય તો (પ્રત્યત્ન કરો)
॥ મધ્યાધિકારે બીજે અંશે તરંગ ૪ પૂર્ણ......... ॥ ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 97
મ.અ.અં.૨,તરંગ-૪