________________
(અચલનું દ્રષ્ટાંત)
છગલપુરે મિથ્યાદ્રષ્ટિ છોગલિક નામે વણિક રહેતો હતો. જેને સ્વપ્નમાં પણ ધર્મ સાંભળ્યો ન હતો. મહારંભી હતો. જે અશુધ્ધ માર્ગને ગ્રહણ કરતો હતો. અને બીજાને પણ હંમેશા તેમાં પ્રવર્તાવતો (જોડતો) હતો. બકરીઓ વેંચતો હતો. અને લાખ, ગુલ્લિ અને દાંત વેંચતો હતો. વળીખાંડણીયું, મુસળ (સાંબેલુ), લોખંડ, રેંટ, નીસા, લોઢીતરો, શસ્ત્રો, ચામડું, લાકડું, મધ, મીણ અને તિલ, ધાન્ય આદિ હંમેશા ગ્રહણ કરતો (ખરીદતો) અને વેંચતો હતો તથા દારૂનો વેપાર કરતો. શેરડીને વાડ કરતો. વનખંડોને ભાંગતો ખેતરોમાં વણિક પુત્રો પાસે સેંકડો હળ ખેંચાવતો હતો. શકટ (ગાડું) વિ. વાહન ચલાવતો હતો. કોલસા, ચમરી ગાયના વાળ અને માછલાનો વેપાર કરતો હતો. એ પ્રમાણે મહારંભના લોભથી પાપમાં તત્પર તેને જોઈને લોકોએ તેનું “અચલ' એ પ્રમાણે નામ આપ્યું તેથી તે મહારંભના પાપથી ત્રીજી નરકમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળો નારક થયો ઈતિ અચલકથા.૧/
(૨) વાદળ અને તારલાવિનાની રાત્રિની જેમ કેટલાકની મતિ અતિ ઘોરતમવાળી નહિ, તીવ્ર વિષયાસક્તિ, પુત્ર પત્ની આદિ વિ. ઉપર મમત્વ, જુઠો વેપાર, અતિ લોભ, પરંપરિવાદ, ઈર્ષ્યાદિ અતિ ઘોર નહિ એવા દુષ્કર્મરૂપ ઉન્માર્ગની પ્રવૃત્તિનું કારણ હોવાથી અતિઘોર ખરાબ મતિ નથી.
તેથી જ નિગોદ આદિ એકેન્દ્રીય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરેન્દ્રિયાદિ અતિ ભયંકર નહિ એવી દુર્ગતિ રૂપ ખાડામાં પડવાનું કારણ હોવાથી એટલી મતિ ભયંકર નથી. ભવ ભાવના ગ્રંથમાં કહેલા ધનપ્રિય વણિક, પ્રિયંગુ શ્રેષ્ઠિ, શ્રાવતિના વણિકની જેમ ||રી
(૩) તારાવાળી રાત્રિની જેમ કેટલાકની મતિ કાંઈક પ્રકાશવાળી, વિનય, દયાપણું, અલ્પ ઈર્ષાપણું વિ. કંઈક પ્રકાશવાન હોવાથી ભવભાવનામાં કહેલ મનુષ્યનું આયુષ્ય બાંધનાર સુનંદ વિ. ની જેમ llal
(૪) શુક્ર આદિ ગ્રહથી યુક્ત રાત્રિની જેમ, કેટલાકની બુધ્ધિ અધિક્તર ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) મ.અ.અં.૨, તરંગ-૬ ;
અs :::::::::::::::::::::::::::::::
]