________________
વધારેને વધારે રંગને ધારણ કરે છે. (પકડે છે.) પોતાની સાથે રહેલા વસ્ત્રને પણ રંગે છે. તેવીરીતે કેટલાક ભવિ ઉત્તમ આત્માઓ પૂર્વની જેમ પરિણિત થયેલા ધર્મરંગવાળા વિઘ્ન વિગેરે આવવા છતાં પણ ધર્મરંગને છોડતા નથી. પરંતુ અધિક અધિકપણે ધર્મનો રંગ લગાડે છે. ગામના પાદરે (સીમમાં) રહેનારા ચાર ચોરને પ્રતિબોધના કારણ બનેલા બ્રહ્મસેન શ્રાવકની જેમ તેની કથા આ પ્રમાણે છે.
બ્રહ્મસેન શ્રાવકની કથા
વસંતપુરમાં ઘણા સિધ્ધાંતને જાણનારો ક્ષેમંક૨ નામે શ્રાવક ૨હેતો હતો. એક વખત પર્વતિથિએ પૌષધ લઈને શ્રાવકની આગળ ધર્મ કહેતાં (સમજાવતાં) તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તેને પોતાના ભાઈ આભકનું આયુષ્ય છ મહિનાનું જોયું. અને તે કારણે તેને કહ્યું હે ભાઈ ! તું હંમેશાં પૌષધ ક૨, વારંવાર કહેવાથી તેને પૌષધશાળામાં રહેલા બ્રહ્મસેન શ્રાવકે કહ્યું, ‘હે ક્ષેમંકર ! તારો ભાઈ પહેલા પણ છ પ્રકારના આવશ્યક, પર્વ દિને પૌષધ વિ. કરતો હતો (કરે છે) તું શા માટે હવે તેને વારંવાર કહે છે ? દરરોજ આ પ્રમાણે (પૌષધ) કરવા થકી એના કુટુંબીજનોનો નિર્વાહ પણ કેવી રીતે થશે ? ત્યારે ક્ષેમંકરે કહ્યું કે, એનું આયુષ્ય છ મહિનાનું છે. તેથી વારંવાર (પુણ્ય ઉપદેશ) કહું છું - પ્રેરણા કરું છું. બ્રહ્મસેને કહ્યું, કેવીરીતે તું જાણે છે. ?
તે બોલ્યો.... અવધિજ્ઞાનની પ્રાપ્તિથી.... ત્યારે બ્રહ્મસેને પૂછ્યું ક્યારે ઉત્પન્ન થયું ? ક્ષેમંકરે કહ્યું હમણાંજ તેથી આશ્ચર્ય પામેલા બ્રહ્મસેને વિચાર્યું અહો ! ધર્મનું મહાત્મ્ય કેવું છે. કારણ કે શ્રાવકોને પણ આ પ્રમાણે જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. પછી તેણે કહ્યું છ મહિનાના અંતે તારા ભાઈનું જો મરણ થાય તો પર્વતિથિએ નિશ્ચયથી (જરૂરથી) પૌષધ કરીશ.
તે (ક્ષેમંકરનોભાઈ) છ મહિનાના અંતે મૃત્યુ પામ્યો ક્ષેમંકર ફરી નજીકમાં આવેલી પર્વતિથિએ પૌષધ લઈને ધર્મનો ઉપદેશે આપે છે.
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 94 મ.અ.અં.૨,તરંગ-૪