________________
| મધ્યાધિકારે એશ-૨ (તરગ-૨) |
ધર્મ ભાવના પર પાંચ દ્રષ્ટાંત વડે વ્યાખ્યા કરી
હવે જિનવચન રૂપ અમૃતથી ભાવિત આત્મા પાપથી ભીરૂ (ડરનારો) હોય છે. મારું પાર્વત્તિ’’ તેની વ્યાખ્યા કરે છે. પાપથી ભીરૂ આત્મા સમ્યગ્દષ્ટિ હોવાથી અને મુક્તિને યોગ્ય હોવાથી શિવસુખને પામે છે. પાપભીરુ હોવાથી સમ્યગ્દષ્ટિ આત્મા આજીવિકા વિ. ના માટે આરંભ વિ. માં પ્રવૃત્તિ કરતો હોવા છતાં પણ શંકા (પાપ લાગી જશે તેવી ભીતી) હોવાથી કર્મનો અલ્પ જ બંધ કરે છે.
કહ્યું છે કે :- સમ્યગુદૃષ્ટિ આત્મા જે કાંઈ પાપ આચરે છે. તો પણ અલ્પબંધ થાય છે. અને પરિણામમાં નિર્ધ્વસતા (કૂર ભાવ) હોતી નથી. અને પાપભીરૂ આત્મા પાપના કારણભૂત પ્રમાદ વિ. થી અને માતપિતાદિથી પણ ડરે છે. માતાપિતાદિ વડે પણ સ્નેહથી અથવા રોષ વિ. થી ધર્મમાં વિઘ્ન કરવા પાવડે કરીને પાપનું કારણ બને છે. અને ધર્મમાં વિન કરનારા માતપિતા વિ. સંસાર દુઃખના ભયનું કારણ હોવાથી તત્ત્વથી તે ભયરૂપ જ છે. શ્રી સૂયગડાંગ સૂત્રમાં કહ્યું છે કે માતપિતાને છોડી દેવા કારણ કે પરલોકમાં સદ્ગતિ સુલભ નથી આ બધા ભયોને જોઈને આરંભથી અટકી જવું અને સુવ્રતમાં રમવું (વ્રત નિયમમાં રહેવું) હવે જાણેલા ભયના કારણથી જ આત્માનું રક્ષણ કરવાનું શક્ય બને છે. ભયો ક્યા ક્યા ક્યા) છે ? તે કહે છે.
(૧) પિતા (૨) માતા (૩) સંતતિ (૪) ભાર્યા (૫) સ્વજન (૬) ધનિકો (૭) બળવાન પરતીર્થિક (૮) મંત્રી (૯) રાજા (૧૦) નગરજનો (૧૧) અધમ પ્રમાદો, આ અગિયાર ભયો જીવોને પરમાર્થમાં (વાસ્તવિક) ભય રૂ૫ છે.
વિશેષાર્થ :- (૧) પિતા:- પિતા વિ. અને સબલ તર્થિક વિ. સર્વમાં અધર્મ એ પ્રમાણેના પદને જોડવાથી જિનધર્મ રહિત અને પાંચ પ્રમાદો ભય રૂપ છે. કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી અનંત સંસાર ભ્રમણ વિ. દુ:ખ | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (80)મ.અ.સં.૨, તરંગ-ર
* ": 1, , , , , ,
, , , , , , , , ,
, , , , , , ,
, , , , , , , ,
, , , , ,
,