________________
(આસન્નતમ) જ સિધ્ધપદ ને પામનારા બને છે. અને તે જો ક્ષાયિકસમ્યકત્વ ધરનારા, પૂર્વે આયુષ્ય બંધાયેલું હોય તો નિશ્ચિત ત્રણ અથવા ચાર દેવોના અને મનુષ્યના ભવ કરવા વડે (કરીને) સિધ્ધિપદને પામે છે.
કહ્યું છે કે - ત્રીજા ચોથા ભવે તેઓ દર્શન સપ્તક (સમ્યક મિશ્ર અને મિથ્યાત્વ મોહનીય અને અનંતાનુબંધીના ચાર કષાય) નો નાશ થયે છતે સિધ્ધપદને પામે છે. અને જે અસંખ્યાત આયુષ્યવાળા દેવ અને મનુષ્યના ૩ ભવ કરીને ચરમદેહવાળા થાય છે. નાશ થયેલા સપ્તકવાળા ત્રીજા-ચોથા અથવા તેજ ભવમાં મોક્ષમાં જાય છે.
તે આવી રીતે - પૂર્વે આયુષ્યનો બંધ કરેલા નાશ પામેલાં સપ્તકવાળાં દેવગતિ અથવા નરકગતિમાં જઈને ત્રીજા ભવે સિધ્ધ થાય છે. જો તિર્યંચ ગતિમાં કે મનુષ્યગતિમાં ઉત્પન્ન થાય તો અસંખ્યાત આયુષ્યવાળામાં જ ઉત્પન્ન થાય છે.
પછી દેવપણામાં, ત્યાંથી વીને, ચોથા મનુષ્ય ભવમાં સિધ્ધ થાય જ છે જેણે આયુષ્ય બાંધ્યું નથી તેવા તે જ ભવમાં શ્રેણીને સંપૂર્ણ કરીને સિધ્ધ થાય છે. એ પ્રમાણે પંચસંગ્રહની વૃત્તિમાં અને સપ્તતિકાની વૃત્તિમાં કહ્યું છે. અને અત્યંત નજીકમાં (આસન્નતમ) સિધ્ધપણું ક્ષાયિક સમ્યકત્વવાળાને ઉત્કૃષ્ટથી કંઈક અધિક ૩૩ સાગરોપમની અંદર સિદ્ધિને પામતો હોવાથી આસન્નતમ સિધ્ધિપણું કહ્યું છે. કહ્યું છે કે ઉપશમનું અંતમહુર્ત, સાસ્વાદન અને વેદકનો છ આવલીનો સમય છે. તેત્રીસ સાગરોપમથી કંઈક અધિક ક્ષાયિક સમ્યકત્વનો અને ક્ષાયોપશમિક સમ્યકત્વનો ૬૬ સાગરોપમનો સમય છે.
ક્ષાયોપથમિક સમ્યકત્વવાળો હોવાં છતાં પણ મનુષ્યભવમાં દેશવિરતિને અથવા સર્વવિરતિને સ્વીકારનારો, સિધ્ધરસથી સુવર્ણમય બનેલા લોખંડના દ્રષ્ટાંતની જેમ નહિ પડેલા સમ્યકત્વવાળા નિશ્ચિત સાતમે ભવે સિધ્ધ થાય છે. અને તેઓ દેવ અને મનુષ્ય ભવમાંજ ઉત્પન્ન થાય છે. ક્ષાયોપથમિક સમ્યકત્વવાળાનું કંઈક અધિક ૬૬ સાગરોપમની સ્થિતિ હોવાથી દેવ અને મનુષ્ય ભવમાંજ ઉત્પન્ન થાય છે. તેની પૂર્તિ આ પ્રમાણે છે. (તે કેવી રીતે છે. તે કહે છે) :- બે વાર વિજયાદિમાં અથવા ત્રણ વાર અય્યત (૧૨ મા)
|| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (78)મ.અ.સં.૨,તરંગ-૧
: : : : :
: : : ::::::::::::::::
::::::::::::::::::::::::::::::::