________________
કર્યું, શ્રી સુપાર્શ્વચરિત્રમાં પણ વિદ્યાધિકા૨માં તે પ્રમાણે કહ્યું છે. તથા સ્વજનો સુલસની આગળ (મૂકેલા) પાડાને મારવા માટે પ્રેરણા કરનારા થયાં જે બની ન શકે તેવું પૂર્વભવે ગજભંજનકુમારને પૂર્વભવમાં પત્નિ સાથે સાળા વિ. એ બલાત્કારે માંસને ખવડાવ્યું તે (ન ખાવાનાં) નિયમનાં ભંગથી બન્નેને રોગો ઉત્પન્ન થયાં અને તેના (માંસનાં) પરિત્યાગમાં ધર્મારાધન છે અને તેનું ફલવિ. પણ વિદિત જ છે. ૫
(૬) ઘન તિ :- ધન વિ. ના લોભથી શ્રીપુરનો શ્રેષ્ઠિ નિધાન ઉપ૨ સાપ થયો અને તામ્રલિપ્તી વણિક વિ. પણ અને તાપસશ્રેષ્ઠિ ધર્મ નહિ કરીને પોતાના ઘરમાંજ તે ધનનાં લોભથી સૂકર વિ. ભવને પામ્યો, નંદનૃપ અને તિલક શ્રેષ્ઠિ વિ. ના પણ અહીંયા દ્રષ્ટાંત જાણવાં. તે (ધન) ના ત્યાગ થકી ચક્રવર્તિ વિ. પણ શિવસુખ ને પામ્યાં છે. II૬
(૭) સવનતિત્ત્વિ :- સબલ તીર્થિકો (પરદર્શનીયો) અને તે સ્વપર ભેદથી બે પ્રકારનાં છે. પહેલા પાર્શ્વસ્થ વિ. અને તેઓ વેષ માત્રથી જીવતા હોવાથી નિષ્વસ પરિણામ હોવાથી જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે નહિ કરનારો તેના જેવો મિથ્યાદ્રષ્ટિ બીજો કોણ છે. બીજાને શંકા ઉત્પન્ન કરાવતો મિથ્યાત્વને વધારે છે. ઈત્યાદિ આગમ પ્રમાણે સમ્યગ્દર્શનાદિ ધર્મના પરિણામથી રહિત, શ્રાવક વિ. ને પોત-પોતાના ઘણા પ્રકારનાં સંબંધને કહેતો, માત્ર પોતાની આજીવિકાના લોભથી મસ્તક પેટ ફૂટવા વિ. થકી પણ તેઓને ડરાવતો, સુવિહિત પાસે સમ્યધર્મ શ્રવણ, બે પ્રકારની વિરતિ (દેશવિરતિ અને સર્વવિરતિ) સ્વીકારવા વિ. ના નિષેધ વિ. કરવા વડે (કરીને) જાતે કલ્પના કરેલા ઉપદેશ વડે ધર્મથી ભ્રષ્ટ કરે છે. જ્યોતિષ, ચિકિત્સા વિ. ના બલથી આકર્ષિત રાજા, મંત્રી વિ. થકી પ્રાપ્ત થયેલ માન વડે વિશેષ સબલ થયેલા બીજા (૫૨) તીર્થિકો બૌધ્ધ વિ. પણ આ પ્રમાણે ઘણા પ્રકારનાં છે. અને અહીંયા અનુભવ સિધ્ધ પ્રાચિન ખપટ આચાર્યના શિષ્ય, શુલ્લક, શ્રી મુનિસુવ્રત સ્વામિથી પ્રતિબોધ પામેલો ઘોડો, પૂર્વભવનો વણિક (બુદગ્રાહક, ભરમાવેલો) તિર્થિક વિગેરે દ્રષ્ટાંતો ઘણા છે. સબલ એ પ્રમાણેનું વિશેષણ આગળ પણ બધે યોજવું Ill
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 84 મ.અ.અં.૨,તરંગ-૨