________________
શ્રી વજ્રસ્વામિએ મોક્ષ માટે માતા સુનંદાને ત્યાગી અને આ લોકમાં પણ બ્રહ્મદત્તની માતા ચુલનીની જેમ અનર્થ માટે પણ થાય છે. II૨।।
(૩) અવઘ્ધત્તિ :- પુત્રો પણ જીવને સ્નેહના કારણે ધર્મમાં વિઘ્ન કરવા થકી ભયનું નિમિત્ત બને છે. જેવી રીતે જરાસંઘની પુત્રી જીવયશા મહાયુધ્ધનાં કારણરૂપ બનવા વડે કરીને બાપ (જરાસંઘ) ને ભયરૂપ બની અને તેથી તે નરકમાં ગયો. પુત્રના સ્નેહથી પ્રસન્નચંદ્ર રાજર્ષિ દુર્મુખના મુખથી (વચન થી) કંઈક પુત્રનો પરાભવ સાંભળીને મનથી જ મહાયુધ્ધ ક૨વા થકી સાતમી નરકના દળીયાં ઉપાર્જન કર્યાં અને તેને (શુભ ભાવ વડે) ખપાવવા થી અન્નમુહુર્તમાં કેવળજ્ઞાન પામ્યા અને પછી મોક્ષે ગયાં.
આ લોકમાં પણ પુત્રો અનર્થને માટે થાય છે. જેવી રીતે છઠ્ઠા ભવે આદીશ્વર ભ. નો જીવ વસેન રાજા હતો ત્યારે તેની રાણી સાથે તેનો પુત્ર તેઓને મારનારો થયો. (મા - બાપને મારવાને માટે થયો) અને રેણુકાને તેનો પુત્ર પરશુરામ પણ મારનારો થયો II3II
(૪) મધ્નત્તિ :- પત્ની પણ સ્નેહ વિ. ના કા૨ણે ધર્મથી વિમુખ ક૨ના૨ી થાય છે. જેવી રીતે ગૌતમ સ્વામિથી નિર્યામણા કરાતો શ્રાવક, તેની પત્નિએ સ્નેહથી દરવાજા પર પછાડેલા (પત્નિના) માથાના ઘા માં ઈયળરૂપે ઉત્પન્ન થયો અને રામ, ભીમ, અર્જુન, વિ. પત્નિનાં કારણે મહાયુધ્ધ ક૨વા વડે (કરીને) અનેક સુભટો, સ્વગોત્રનાં ક્ષય - નાશ ને ક૨ના૨ા થયાં. અને નયનાવલી રાણીએ દીક્ષા ધર્મની (લેવાની) ઈચ્છાવાળા એવા પતિ યશોધરને હણીને નરભવથી ભ્રષ્ટ કર્યો. સૂર્યકાન્તા એ પોતાના પતિ પ્રદેશીને હણ્યો પતિમારિકા, પતિવ્રતા વિ. પોતાના પતિને હણનારી થઈ, દ્રઢદેવીના સ્નેહથી (રાગથી) માલવ દેશનો રાજા પૃથ્વીચંદ્ર પણ ધર્મરાજ્ય અને જીવિતથી ભ્રષ્ટ થયો, વી૨ક નામનો સુવર્ણકાર (સોની) જેણે પત્નિનાં સ્નેહથી ચારિત્રને છોડી દીધું. પૂર્વભવમાં નલે અને આર્દ્રકુમારે પત્નિનાં સ્નેહથી ચારિત્રને મલિન કર્યું. ઉપલક્ષણથી સામાન્યપણે ઘણી સ્ત્રીઓ પણ ઘણાને ધર્મથી ભ્રષ્ટ કરનારી થાય છે. જેમકે નંદિષેણ વિ. ને પણ ગણિકા વિ. ભ્રષ્ટ કરનારી થઈ. અને વળી હિર (કૃષ્ણ), હર (મહાદેવ) બ્રહ્મા (વિધાતા) વિ. સર્વે
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 82 | મ.અ.અં.૨,તરંગ-૨