________________
| મધ્યાધિકારે બીજે અંશે (તરંગ-૩) ||
આ પિતા વિ. પદાર્થ વિ. અધર્મના કારણરૂપ હોય તો જ વિશેષે કરી ભયનું કારણ બને છે. પરંતુ ધર્મમાં દઢ એવા પિતા વિ. ધર્મ કરવામાં પ્રેરણા કરવા દ્વારા પુત્રોના ભયના નાશ માટે પણ થાય છે. કારણ ધર્મના દાનથી અનંત સુખને આપનારા હોવાથી તેઓ સારી રીતે આદરણીય પણ થાય છે. અને તેવી રીતે પહેલાંની ગાથા આ પ્રમાણે જાણવી.
(૧) પિતા (૨) માતા (૩) સંતતિ (૪) ભાર્યા (૫) સ્વજન (૬) ધન (૭) સબલતિત્યિ (૮) મંત્રી (૯) રાજા (૧૦) નગરજનો (૧૧) સધર્મી (૧૨) જિનમત આ જીવો ને હીતકારી છે. એની પણ કંઈક વિચારણા કરાય છે. તે આ પ્રમાણે.
(૧) "પિત્તિ'સુધર્મા પિતા એવા ઉદયન રાજાએ અભીચિકુમારને રાજ્ય આપ્યા વગર દીક્ષા લીધી. શ્રી કૃષ્ણ પુત્ર અને પુત્રિઓને દીક્ષા અપાવી. ચેટક રાજા વિ. એ પણ અને તેવી જ રીતે કોઈક શ્રેષ્ઠિએ એક વખત બારસાખ પર જિનબિંબ કરાવ્યું. તેના દર્શન કરવાના અભ્યાસના કારણે પુત્ર સ્વયંભૂરમણ સમુદ્રમાં મત્સ્ય થવા છતાં પણ તેવા પ્રકારની આકૃતિ જોઈને પ્રબોધને પામ્યો "વંત નસવઈત્યાદિ બોલતો બોલતો પાડો થયેલા ક્ષુલ્લકને સુરલોકથી આવીને પિતાએ બોધ પમાડ્યો ઈત્યાદિ દ્રષ્ટાંત જાણી લેવા .
(૨) માય રિ’ માતા સિવ મું’ ઈત્યાદિ પુત્રને કહેતી અને 'ચિત્ત’ વરી સવાર ઈત્યાદિ કહેતી સાધુ એવા પુત્રને પ્રબોધ પમાડ્યો. એ પ્રમાણે વાસિક ભોજ્ય કથામાં આવે છે. અને સુપાર્શ્વનાથ ચરિત્ર વિ. માં માતાએ આરક્ષિતને પ્રતિબોધ કર્યો હતો. અને એ પ્રમાણે પુષ્પચૂલાને તેની માતાએ પ્રબોધિત કરી હતી. કોઈ એક સાધ્વીએ પોતાના પુત્ર સાધુને સાર્થવાહની પત્નિનો પતિ થઈને ઝરૂખામાં બેઠેલો જોઈને આકુળ વ્યાકુળ બનેલી માતાએ પુત્રને પ્રબોધિત કર્યો. પુષ્પમાલા ગ્રંથમાં કહ્યું છે રા
:
-
-
-
--
-'''
'
'''
'''''
:: , , , ,
, , , , , , ,
,
,
, ,
,
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (87)મ.અ.અં. તરંગ-૩