________________
(૧) ચૂર્ણ (૨) ચણોઠી (૩) પતંગ (૪) ચોલ (૫) વિદ્રુમ (૬) કુટુંભ (૭) કપાસના જેવા જીવો ધર્મના રંગમાં રંગાયેલા ભવિષ્યમાં મુક્તિમાં વસનારા જીવો કહ્યા છે.
ઘમ્મ ત્તિ :- સામાન્યથી કહ્યું હોવા છતાંપણ અવસર પ્રાપ્તિએ કરીને જિનધર્મના રંગમા ચૂર્ણ વિગેરે સાત દ્રષ્ટાંતો ભવિષ્યમાં મોક્ષના દૂર પણાથી અથવા નજીક હોવાના કારણે કરીને થાય છે. તેમાં રંગ શુભ અથવા અશુભ, જીવોના મનના પિરણામ વિશેષ જાણવું. પરંતુ પોતાને અનુરૂપ બહારના અનુષ્ઠાન વિગેરેથી તટસ્થ (મધ્યસ્થ) હોવાથી પણ બહારની વૃત્તિથી જવા વડે પણ બહારથી બતાવવા વડે કરીને આભાસ થતા રંગના ઉપચારને પામે છે. એ પ્રમાણે ભાવનાથી વિશેષ જાણવું. અહીંયાં રંગ શબ્દ ધર્માદિના વિષયમાં મનના પરિણામના વિશેષ અર્થમાં નામમાલાદિમાં દેખાતો નથી. તો પણ અહીંયાં ઉપદેશના વચનમાં લોકમાં પ્રસિધ્ધ અને માન્ય હોવાથી લીધોછે. હવે તેનો વિસ્તારથી વિચાર કરે છે ઃ
(૧) ચુ‚ ત્તિ :- જેવી રીતે ચૂર્ણકણો (ચૂનો) સ્વયં લાલરંગવાળો ન હોવા છતાં પણ પાન વિગેરેમાં નાખતાં બીજાના મુખ અને દાંતોને રંગે છે. એ પ્રમાણે કેટલાક જાતે મહામિથ્યાત્વથી, મહાઆરંભથી, સંસાર તૃષ્ણા વિગેરેથી ધર્મરંગ વિનાના હોવાછતાં પૂજા, મોટાઈ, આજીવિકા, અભિમાન આદિના કારણે શાસ્ત્ર, શિલ્પકલાદિ ભણેલાઓ ‘ભણતાં ન વૈરાગ્ય” ઈત્યાદિ કરવા વડે કરીને રંગે છે. તેવા અંગારમર્દકાદિની જેમ અભવ્યો, દુર્ભવ્યો અથવા વિષયતૃષ્ણાને લઈને બાંધેલા નરકના આયુષ્યવાળા સંભવે છે. II૧
(૨) શુંન ત્તિ :- ગુંજા (ચણોઠી) સારી રીતે રંગવાળા હોવા છતાંપણ થોડુંપણ ઘસવાથી રંગને છોડી દે છે. અને બહારથી અતિ અલ્પ માત્ર રંગવાળા હોવાથી વધારે ઘસવાથી કુશોભાને પામે છે. તેવીરીતે કેટલાક જીવો તેવા પ્રકારના ઉપદેશના શ્રવણથી, સુખદુઃખથી, સત્કારથી, ધર્મીજનથી, સમૃધ્ધિથી, સારી સોબત વિગેરેથી કંઈક ધર્મનારંગથી રંગાયેલા (પરિણત થયેલા) હોવા છતાં પણ થોડા પણ સુખ દુઃખ વિ. થી ગુરૂ, સંઘ વિ. ના બહુમાન નહિ મળવાથી સાતક્ષેત્ર આદિ માટે કંઈક દ્રવ્યાદિ માંગતા, ગુર્વાદિ એ બતાવેલા
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 91 મ.અ.અં.૨,તરંગ-૪