________________
સ્તંભ આકર્ષક સાધુથી અને શ્રી બપ્પભટ્ટસૂરિ વિ. થી રાજા વિ. અને શ્રી કેશી ગુરૂથી પ્રદેશી રાજા, પરતીર્થિકો અને પરતીર્થિકોના પરિણામવાળાઓ ધર્મવાળા બનતા નથી. અને તે પરિણામથી મુકાયેલા અંબડ વિ. એ પોતાના પાંચસો શિષ્યો વિ. ને બોધિત કર્યા હતાં. (બોધ કરનારા થયા) વૈરાગ્યાદિને આશ્રયીને સમાન ધર્મવાળા પરતીર્થિકો પણ શુક ભટ્ટારક વિ. પોતાનાં શિષ્ય વિ. ને બોધ કરનારા થયા ઈત્યાદિ II]ા.
(૮) 'મંતિ ત્તિ' મંત્રી અભયકુમાર વિ. શ્રી આદિનાથનો જીવ મહાબલ રાજાનો મંત્રી, સ્વયં બુધ્ધ પ્રદેશી રાજાનો મંત્રી, ગટરના પાણીને શુધ્ધ કરનાર મંત્રી વિ. રાજાઓને ધર્મનાં કારણ થયાં. સામાન્ય રીતે બીજા પણ રાજનોકરો, નગ૨ શ્રેષ્ઠિ પટ્ટકિલ, વ્યાજવણિક, સ્વામિ, વણિકપુત્ર, સંબંધી શ્રેષ્ઠિ સેનાપતિ વિ. પોતાનો અને બીજાનો ભય બતાવવા થકી દ્રવ્ય આપવા થકી, અને સહાય કરવા વિ. થકી ઘણાને ધર્મનું કારણ બને છે. જેવી રીતે ગામનો ઠાકોર રોહીણી શ્રાવિકાને તપમાં સહાય કરવા થકી અચ્યુત (બારમાં) દેવલોકમાં ગયો અને રોહિણી પણ ત્યાં ગઈ III
(૯) 'નિ ત્તિ' રાજા શ્રી શ્રેણિક, ચેટક, સંપ્રતિ, શ્રી કુમારપાલ વિ. પોતાની આજ્ઞાવાળા દેશોમાં લોકોને, રાજાઓને અને બીજાઓને પણ શ્રાવક, સાધુધર્મ, અમારી વિ. થી પ્રવર્તવવા થકી ધર્મનું કારણ બન્યા (થયા) Ile'
(૧૦) 'નાયર ત્તિ' નગરજનો સધર્મવાળા બીજાઓને પણ પોતાના સમુદાયની તાકાત વિ. ના કારણે ધર્મનો હેતુ થાય છે. જેવી રીતે કોઈક પુરમાં સમુદાયની તાકાતથી ચૌરાદિમાં પશુ, વધને માટે ગ્રહણ કરતાં નથી. અમારિ વિ. ને પ્રવર્તાવે છે. અને સમુદાય એ કરેલી વ્યવસ્થાની તાકાતથી દારૂ, તિલ વિ. કુવ્યાપાર વિ. ની ઈચ્છાવાલાઓ પણ કુવ્યાપાર કરતા નથી. અને ચંડાલાદિ વાસમાં વાસનો રાજાઓ પણ નિષેધ કરે છે. ત્રિસીંગમ વિ. માં જેમ, સુંદર વણિકે સ્વનગરજનો સાથે દેશાટને જતાં તેઓનું દાન જોઈને ઉત્પન્ન થયેલી શ્રધ્ધાવાળો એવો તે મુનિના દાનથી ઋધ્ધિમાનશ્રાવક થયો અને આ વિષે ઘણાનો પણ અનુભવ છે. II૧૦॥
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 89 મ.અ.અં.૨,તરંગ-૩