________________
(૩) 'અવઘ્ય ત્તિ' :- સંતતિ. પોતાના બે પુત્રોએ બાપ એવા ભૃગુપુરોહિતને બોધ પમાડ્યાં. સુપાર્શ્વનાથ ચરિત્રમાં કહ્યું છે. દિનકૃત્યવૃત્તિમાં બ્રાહ્મણના પુત્રે મિથ્યાદ્રષ્ટિ બ્રાહ્મણને પ્રબોધિત કર્યો એમ બતાવ્યું છે. શ્રી આર્યરક્ષિત સૂરીજીએ દીક્ષા લીધેલ પોતાના પિતાને ઉપાયો દ્વારા છવિ. થી છોડવ્યાં હતાં. ગા
(૪) 'મગ્ન ત્તિ' :- કમલાદેવી પત્નિએ પોતાના પતિ ઈષુકાર રાજાને, દેવ થયેલી પ્રભાવતી દેવીએ ઉદયન રાજાને, પોટ્ટિલાએ તૈતિલસુત મંત્રીને પ્રતિબોધિત કર્યા હતાં. અને પતિ એવા શ્રી જંબુસ્વામિએ પોતાની આઠ પત્નિઓને બોધ પમાડયો, પૃથ્વીચંદ્ર વિ. એ પણ પત્નિને બોધિત કરી હતી. ||૪||
(૫) 'સય ત્તિ' :- મુક એવા ભાઈ તાપસશ્રેષ્ઠિનાં જીવે દુર્બોધ એવા ભાઈને બોધિત કર્યો હતો. અને શોભનમુનિથી ભાઈ ધનપાલ અને કાકા એવા સાગ૨ચંદ્ર ઋષિથી ભત્રીજો અને પુરોહિત પુત્ર ચીપીયા વડે હણીને પ્રતિબોધિત કરાયા હતાં. અને તે દેવ થયેલા ભત્રીજાના જીવે મેતાર્ય થયેલા પુરોહિત પુત્રને પ્રતિબોધિત કર્યો હતો. અને કુબેરદત્તા નામની બેનથી કુબે૨દત્તભાઈ અને ગણીકા થયેલી તેની માતા પ્રતિબોધ પામ્યા હતાં. ભાભી એવી રાજીમતિથી થનેમિ પ્રતિબોધ પામ્યા હતાં. ॥૫॥
(૬) 'ધન ત્તિ' :- ધન આવવા અને જવા વડે કરીને બોધનું કારણ થાય છે. મથુરાના બે વેપા૨ીની જેમ અથવા ૬૬ ક્રોડ દ્રવ્યના સ્વામિ વિદ્યાપતિ શ્રેષ્ઠિની જેમ. પુરણ (શ્રેષ્ઠિ) વિ. પણ પોતાની ૠધ્ધિના આવવાના પુણ્યને જોવા થકી બોધ પામ્યાં હતાં. ॥૬॥
(૭) 'સવન તિસ્થિ ત્તિ’ વિદ્યા અતિશય શ્રુત - લબ્ધિ આદિ વડે (યુક્ત) સબલતીર્થિક ગુરૂઓ પ્રતિબોધનું કારણ થાય છે. જેવી રીતે આર્યખપટસૂરિ ગુરૂ વડે અને શ્રી સિધ્ધસેન, શ્રી વસ્વામિ, મલ્લવાદિ અને શ્રી હેમસૂરી વિ. થી શ્રી વિક્રમ, કુમારપાલ રાજાઓ પ્રતિબોધ પામ્યા હતા. શ્રી વૃધ્ધવાદિસૂરિ વડે શ્રી સિધ્ધસેનસૂરિ, યાકિની મહત્તરાથી શ્રી હરિભદ્રસૂરિ,
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 88 મ.અ.અં.૨,તરંગ-૩