________________
(૧૧) માય ત્તિ :- પ્રમાદો પાંચ પ્રકારનાં છે. કહ્યું છે કે :- (૧) મદ્ય (૨) વિષય (૩) કષાય (૪) નિદ્રા અને પાંચમી વિકથા કહી છે. આ પાંચ પ્રમાદો જીવને સંસારમાં પાડે છે. (રખડાવે છે.) તેમાં ભાભીએ દેવર (સાધુ બનેલા) ને ક્ષોભ પમાડવા છતાં ક્ષોભ નહિ પામતાં દારૂ પાયો તેની પરવશતાથી વિલાસ કર્યો એ પ્રમાણે સુપાર્શ્વ ચરિત્રમાં આવે છે. વિષયો પાંચ છે. અને તેના દૃષ્ટાંતો શાસ્ત્રમાં ઘણા છે. અને તે પ્રસિધ્ધ જ છે. (પાંચ ઈન્દ્રિયોનાં વિષયો તે પાંચ) નિદ્રા રૂપ પ્રમાદને વશ થવાથી ચૌદ પૂર્વધરો પણ નિગોદમાં ચાલ્યા જાય છે. અને કષાયો ધર્મથી ભ્રષ્ટ કરનારા છે. કરટ અને ઉત્કરટ વિ. ની જેમ જે પ્રસિધ્ધ જ છે.
વિકથા રૂપ પ્રમાદને વશ થવાથી સાધુઓ પણ સાધુપણાને છોડી દે છે. જેવી રીતે હરિકેશબલથી પ્રબોધિત કરાયેલા યક્ષને નજીકનાં સ્થાનમાં રહેલા અધિષ્ઠાતા મિત્ર યક્ષે બોલાવ્યો અને તે યક્ષ વનમાં રહેલા પાર્થસ્થાઓને વંદન ને અયોગ્ય જાણી વંદન કર્યા વગર જ બોલ્યો. અહીંયા સ્ત્રીઓની કથા ચાલે છે. અને વળી રાજકથા, દેશકથા પણ ચાલે છે. તેથી હું રમ્યતિંદુકવનમાં પાછો જાઉં છું. ભયથી અજ્ઞાત લોકો ભયને ભયરૂપ નહિ જાણતાં હોવાથી તે ભયને છોડવા અશક્ય હોવાથી ધર્મીઓએ આ ભયોને જાણવાં જોઈએ. શ્રી સિધ્ધસેનસૂરીએ રચેલ શ્રી વીરજિન સ્તુતિમાં કહ્યું છે કે જે ભયને જ જાણતો નથી તે કેવી રીતે ભયથી મુક્ત થશે ? બીજાઓ અભયમાં ભયની શંકા કરનારા છે. કારણ કે તમારા ગુણ વૈભવ પર તેઓને ઈર્ષ્યા છે. (તે કેવી રીતે ભયથી છૂટે ?) I/૧૧//
શ્લોકાર્થ - હે ધીર ! ભયના કારણ રૂપ એવા પિતા વિ. માં રાગ. વિના (છોડીને) ધર્મનું આચરણ કરે જેથી કરીને ભય ઉપર જયરૂપ લક્ષ્મી પામવા થકી અલ્પકાળમાં નિત્ય આનંદ મળે એટલે કે શિવસુખ પ્રાપ્ત થાય ઈતિ.
ઉપદેશ રત્નાકરે” જય શ્રી” અંકે મધ્યાધિકારે બીજા અંશે.
| | બીજો તરંગ પૂર્ણ છે | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) | 86)મિ.અ.અં.૨,તરંગ-ર)