________________
જગતના દૃષ્ટાન તરીકે પ્રસિધ્ધ જ છે. તે કારણે સ્ત્રીનો અનુરાગ મહાભયનું કારણ છે. અને તેનો પરિત્યાગ મુક્તિનું કારણ છે. દુરાચારી, કઠોર પત્નિનો પરિત્યાગ કરનાર કાષ્ઠ શ્રેષ્ઠિ, અંગુસ્થલ વિ. ત્રણ વસ્તુમાં લુબ્ધ અને પત્નિનાં ત્યાગી એવા સંકલ શ્રેષ્ઠિ વિ. ની જેમ પત્નિ (સ્ત્રી) પણ ભયનું સ્થાન બને છે. જો
મMત્તિ :- સામાન્ય રીતે ગ્રહણ કરવાથી પત્નિ વિ. ને પણ અધર્મી પતિ વિ. ધર્મ અને જીવિત વિ. થી ભ્રષ્ટ અને અનર્થને માટે થાય છે. એટલે કે ભ્રષ્ટ કરનારા અને અનર્થનું પણ કારણ બને છે. (પત્નિને પતિ અને પતિ ને પત્નિ અધર્મનું કારણ બને છે.) જે રીતે સ્ત્રીઓ પતિનાં રાગથી અગ્નિમાં સાથે જવાથી (સતી થવા વડે) બધી રીતે ધર્મ વિ. પોતાના સ્વાર્થની સિધ્ધિથી ભ્રષ્ટપણાને પામે છે. અને (ધર્મની શ્રધ્ધા વગરના) નાસ્તિકે વરુના પગલા બતાવવા થકી શ્રાવકની પુત્રીને નાસ્તિક કરી.
કહ્યું છે કે:- લોક આટલો જ છે. જેટલો ઈન્દ્રિય વડે દેખાય છે. હે ભદ્ર! વરુનાં પગલાં જો જે વિદ્વાનો કહે છે. આવા હે સુંદર લોચની ! ખા અને પી હે શ્રેષ્ઠગાત્રિ! જે થઈ ગયું છે તે તે નથી. હે ભીરુ ! ગયેલું પાછું આવતું નથી. આ કલેવર સમુદય (પૃથ્વી – જલ - વાયુ - અગ્નિ અને આકાશ) માત્ર છે. વિ. અને આ લોકના અનર્થમાં શંખ, કલાવતી વિ. ના ઉદાહરણો છે. અને તેના ત્યાગમાં કપિલ પતિનો પરિત્યાગ કરનાર શ્રીષેણ રાજાથી રક્ષાયેલી બ્રાહ્મણી વિ. ના દ્રષ્ટાંતો જાણવાં /૪
(૫) સયાત્તિ સ્નેહ વિ. ના કારણે સ્વજનો ધર્મથી વિમુખ બનાવનારા થાય છે. ભાઈને પણ જુદા નહિ ગણતાં સ્વજનમાં જ ગ્રહણ કરવાથી ભાઈઓ પણ ધર્મમાં વિઘ્ન કરનારા થાય છે. જેવી રીતે જીવંત વાસુદેવો બલદેવોને વિન્ન કરનારા થાય છે. વર્તમાન કાળમાં પણ ઘણાય દેખાય છે. અને દ્વેષ વિ. વડે કરીને તામ્રલિપ્તમાં રહેનારા ચાર વણિકોના દ્રષ્ટાંતો વિજયચંદ્ર કેવલીનાં ચરિત્રમાં કહ્યા છે.
એ પ્રમાણે મણિરથ અને યુગબાહુ વિ. બીજા પણ ઘણાં પ્રકારના સ્વજનો ધર્મમાં વિન કરનારા થાય છે. જેવી રીતે ભાભીએ દેવરનું પતન ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (83 મ.અ.અં.૨,તરંગ-૨